https://youtu.be/EYr4WdLMUGU
Face Of Nation 30-06-2022 : અર્જુન કપૂર તથા મલાઈકા અરોરા રોમેન્ટિક હોલિડે મનાવવા માટે પેરિસ ગયા હતા. અહીંયા અર્જુન કપૂરે પોતાનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. હાલમાં જ અર્જુન તથા મલાઈકા પેરિસથી પાછા આવ્યા હતા, મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. એરપોર્ટ પર કેટલાંક ચાહકોએ મલાઈકા સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અર્જુન કપૂર લેડીલવને પ્રોટેક્ટ કરાયો હતો. સોશિયલ મીડિયામાં મલાઈકા તથા અર્જુનનો મુંબઈ એરપોર્ટ પરનો વીડિયો વાઇરલ થયો છે. મલાઈકાના આઉટફિટની ચાહકોએ મજાક ઉડાવી છે.
મલાઈકા ટ્યૂબ ટોપને જેકેટમાં જોવા મળી, યુઝર્સે મજાક ઉડાવી
એરપોર્ટ પર મલાઈકા વ્હાઇટ ટ્યૂબ ટોપ તથા ઓવરસાઇઝ્ડ જેકેટ તથા પેન્ટમાં જોવા મળી હતી. અર્જુન કપૂર કેઝ્યુઅલ ટી શર્ટ, હૂડી તથા પેન્ટમાં હતો. તો બીજીતરફ મલાઈકા તથા અર્જુનના આઉટફિટની સો.મીડિયા યુઝર્સે મજાક ઉડાવી હતી. એક યુઝરે કહ્યું હતું કે મુંબઈમાં બરફ પડે છે? અન્ય એકે કહ્યું હતું કે મુંબઈની ગરમીમાં કોણ ઓવરસાઇઝ્ડ જેકેટ ને હૂડી પહેરે?
અર્જુન કપૂરે પ્રેમિકાને પ્રોટેક્ટ કરી
મલાઈકાને એરપોર્ટ પર જોતાં જ ચાહકો ભેગા થઈ ગયા હતા અને સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. અર્જુને પ્રોટેક્ટિવ પ્રેમીને જેમ મલાઈકાને ચાહકોની ભીડમાંથી બહાર કાઢી હતી. તો બીજીતરફ 26મી જૂનના રોજ અર્જુન કપૂરનો 37મો જન્મદિવસ હતો. બર્થડે પર મલાઈકાએ પોતાના હાથે અર્જુનને કેક ખવડાવી હતી.
મલાઈકા અરોરાએ અર્જુનના કપડાં પહેર્યાં
હાલમાં જ અર્જુને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. અર્જુન કપૂરે શૅર કરેલી પહેલી તસવીરમાં તે સવારે બ્લૂ જમ્પસૂટમાં જોવા મળે છે. બીજી તસવીરમાં રાત્રે મલાઈકાએ તે જ બ્લૂ જમ્પસૂટ પહેર્યો હોય છે. આ તસવીર શૅર કરીને અર્જુન કપૂરે કહ્યું હતું, ‘સવારે હું પહેરું, રાત્રે તે પહેરે, વધુ વિગત માટે સ્વાઇપ કરો.’ આ પોસ્ટ પર મલાઈકાએ તરત જ કમેન્ટ કરી હતી અને કમેન્ટ બોક્સમાં કહ્યું હતું, ‘હાહાહાહા..પકડી પાડી..’ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).