Face Of Nation, 18-11-2021: મળતી વિગત પ્રમાણે,ઉત્પલે ભાજપને ચેતવણી આપતા કહ્યું છે કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં પણજીથી તેમને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ આપવામાં નહીં આવે તો તેમણે આકરો નિર્ણય લેવો પડશે. આ દરમિયાન ઉત્પલ મનોહર પર્રીકરે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તેમને ટિકિટ જરૂર આપશે.
ઉત્પલ મનોહર પર્રીકરે કહ્યું કે,મેં પાર્ટીને પહેલા જ જણાવી દીધું છે કે, પંજીમથી હું ચૂંટણી લડવા ઈચ્છું છું અને મને સંપૂર્ણ ભરોસો છે કે પાર્ટી મને ટિકિટ આપશે.બેઠકનું પ્રતિનિધિત્વ કરનાર અતાનાસિયો મોનસેરેટ, 9 અન્ય ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા છે, જેમણે કોંગ્રેસની ટિકિટ પર 2017માં ચૂંટણી જીતી હતી.
જો ઉત્પલ પર્રિકરને ભાજપ તરફથી ટિકિટ આપવામાં નહીં આવે તો તેઓ શું કરશે, તેમણે કહ્યું કે આ આ વિશે વાત કરવાનો સમય નથી. તેણે કહ્યું, “મારે અત્યારે આ વિશે વાત કરવાની જરૂર નથી. મનોહર પર્રિકરને તેમના જીવનમાં સરળતાથી કંઈ મળ્યું નથી. એ જ રીતે મારે પણ કામ કરવાનું છે. મને કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવા માટે મજબૂર પણ કરી શકાય છે અને હું શક્તિ માટે પ્રાર્થના કરું છું, મારે આ નિર્ણયો લેવા પડશે.
ઉલ્લેખનીય છે કે, 2017માં ચૂંટણીમાં કોંગ્રેસે 40 સભ્યોની બેઠકવાળી વિધાનસભામાં 17 બેઠકો હાંસલ કરી હતી અને ભાજપને 13 બેઠક ધારાસભ્યો પાર્ટી છોડી ચૂક્યા છે અને મોટાભાગના ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય લુઈજિન્હો ફેલેરો તાજેતરમાં જ કોંગ્રેસમાં શામેલ થયાં છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)