Home News ઉત્તર પ્રદેશ બસ અકસ્માતમાં 8ના મોત, 18 ઘાયલ : પૂર્વાચલ એક્સપ્રેસ-વે પર...

ઉત્તર પ્રદેશ બસ અકસ્માતમાં 8ના મોત, 18 ઘાયલ : પૂર્વાચલ એક્સપ્રેસ-વે પર ઉભેલી ડબલ ડેકર બસને બીજી બસે પાછળ મારી ટક્કર, અડધા ભાગાના ફુરચા!

Face of Nation 25-07-2022 : ઉત્તરપ્રદેશના બારાબંકીમાં સોમવારે સવારે મોટી દુર્ઘટના ઘટી હતી. પૂર્વાચલ એક્સપ્રેસ-વે પર ઉભેલી ડબલ ડેકર બસને બીજી બસે જોરદાર ટક્કર મારી હતી. 8 મુસાફરોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે, જ્યારે 18 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના એટલી જોરદાર હતી કે અડધી ડબલ ડેકર બસને નુકસાન પહોંચ્યું હતું. તો બીજીતરફ આ દુર્ઘટના નરેન્દ્ર મદરહા ગામ પાસેની છે. પોલીસ અને પ્રશાસનિક અધિકારી અકસ્માત પછી ઘટના સ્થળે પહોંચ્યા છે. રેસ્ક્યુ ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. ઈજાગ્રસ્તોને સીએચસી હૈદરગઢમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહી હતી બસ
એએસપી મનોજ પાંડેયે જણાવ્યું કે બિહારના સીતામઢી જિલ્લાના પુપરીથી રવિવારે એક ડબલ ડેકર બસ(UP 17 AT 1353) દિલ્હી માટે રવાના થઈ હતી. સોમવારે સવારના 4 વાગ્યાથી બસ બારાબંકી જિલ્લામાં પૂર્વાચલ એક્સપ્રેસ-વે પર નરેન્દ્રપુર મદરહા ગામની પાસે ઉભી હતી. બસમાં સવાર મુસાફર યુપીડાની કેન્ટીનમાં ચા-નાસ્તો કરતા હતા. અડધો કલાક પછી 4.50 વાગ્યે અચાનક ઝડપી ગતિથી આવેલી બીજી બસે ડબલ ડેકરને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ મુસાફરો બસમાં હતા, જે બિહારથી દિલ્હી કમાવવા માટે જઈ રહ્યાં હતા.
બીજી સાઈડમાં બેઠી હતી, ત્યારે જ બસે ટક્કર મારી
બિહારની રૌશન ખાતૂને કહ્યું કે હું દિલ્હી આવી રહી હતી. બસની બીજી સાઈડમાં હું બેઠી હતી. રોડ પર બસ ઉભી હતી, ત્યારે અચાનક જ એક બસે આવીને જોરદાર ટક્કર મારી હતી. એક મુસાફરે કહ્યું- હું તે બસમાં હતો, જેના ડ્રાઈવરે ટક્કર મારી છે. મોટાભાગના લોકો સુઈ રહ્યાં હતા. અવાજ થતા જ અમારી આંખ ખુલી ગઈ હતી.
બસ અનિયંત્રિત થઈને તેમાં ઘુસી ગઈ
બસમાં બેઠેલા બિહારના રહેવાસી અશોક કુમારે જણાવ્યું કે હું હાથ ધોવા માટે ગયો હતો. ત્યારે યૂપીડાની કેન્ટીનની સામે પહેલી ડબલ ડેકરના ડ્રાઈવરે બસને પાર્કિંગમાં ન ઉભી રાખતા હાઈવે પર ઉભી રાખી હતી. તેના પગલે બીજી ઝડપી આવી રહેલી બસ અનિયંત્રિત થઈને તેમાં ઘુસી ગઈ હતી. પાછળથી આવેલી બસના મુસાફર મૃત્યુ પામ્યા અને ઘાયલ થયા, કારણ કે પહેલેથી ઉભેલી બસના મુસાફર કેન્ટીનમાં ગયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).