Face of Nation 12-01-2022: દેશમાં ઓમિક્રોન સંચાલિત કોરોનાની ભયંકર ત્રીજી લહેર ચાલી રહી છે તેમ છતાં પણ લોકો જેટલા જોઈએ તેટલા સાવધ નથી તેઓ ઓમિક્રોનની એક સામાન્ય શરદી ગણાવી રહ્યાં છે અને કોઈ સાવધાની રાખતા નથી એટલે હવે કેન્દ્ર સરકારે લોકોને મોટી ચેતવણી આપવી પડી છે. નીતિ આયોગના મેમ્બર વીકે પોલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે લોકો કોરોના કાળમાં વધુ પડતી દવાઓનો ઉપયોગ કરી રહ્યાં છે જેને લઈને સરકાર ચિંતિત છે.
ડો. વી.કે. પોલે જણાવ્યું હતું કે દવાના ઉપયોગ માટે તર્કસંગત અભિગમ હોવો જોઈએ. અમે દવાના વધુ પડતા ઉપયોગ અને દુરુપયોગ વિશે ચિંતિત છીએ. દવાઓનો વધુ પડતો ઉપયોગ ન કરો, ગરમ પાણી પીઓ તથા ઘરમાં જ કોગળા કરો.
પોલે જણાવ્યું હતું કે ઓમિક્રોન સામાન્ય શરદી નથી, તેને હળવો કરવાની જવાબદારી આપણી છે. માસ્ક લગાવો, રસી લો. તે સાચું છે કે રસીઓ એક હદ સુધી મદદરૂપ થાય છે. રસીકરણ એ અમારા કોવિડ પ્રતિસાદનો એક મહત્વપૂર્ણ સ્તંભ છે.
There should be a rational approach for medicine use. We are concerned about the overuse & misuse of drugs. Don't overuse, it will have aftermath…Have warm water, do gargles in home care: Niti Aayog Member (Health) Dr VK Paul pic.twitter.com/akvAfm4tvw
— ANI (@ANI) January 12, 2022
દેશમાં કોરોનાની સ્થિતિને માહિતી આપતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે ટેસ્ટમાં પોઝિટીવ આવ્યાંના સાત દિવસ બાદ કોરોનાના હળવા કેસો ધરાવતા લોકો ડિસ્ચાર્જ થઈ શકે છે અને આવા લોકોએ ફરી વાર કોરોના ટેસ્ટ કરાવવાની જરુર નથી. અત્યાર સુધી તો કોરોનામાંથી સાજા થયા બાદ પણ ટેસ્ટ કરાવવાની જરુર હતી પરંતુ હવે ટેસ્ટની જરુર નથી તેવું કેન્દ્ર સરકારે જણાવ્યું છે.
Omicron is not common cold, it's our responsibility to slow it down. Let's #MaskUp and get vaccinated, whoever is due. It's fact they (vaccines) are helpful to an extent. Vaccination critical pillar of our COVID response: Niti Aayog Member (Health) Dr VK Paul pic.twitter.com/bEv7Ne8vtp
— ANI (@ANI) January 12, 2022
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે કોરોના પર પ્રધાનમંત્રી મોદીની સમીક્ષા બેઠક બાદ સરકારે ડિસ્ચાર્જ પોલિસીમાં ફેરફાર કર્યો છે. કોરોનાના લક્ષણોને હળવા અને સાધારણ એમ બે ભાગ પડાયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).