Home News CM ભૂપેન્દ્ર પટેલે 15થી 18 વર્ષ સુધીનાં બાળકોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ...

CM ભૂપેન્દ્ર પટેલે 15થી 18 વર્ષ સુધીનાં બાળકોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ કરાવ્યો

Face of Nation 03-01-2022: રાજ્યમાં 15થી 18 વર્ષ સુધીનાં કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલથી કરાવ્યો હતો. મુખ્યમંત્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને કિશોરોના રસીકરણની કામગીરી નિહાળી હતી.તેમણે કિશોરો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જે લોકોએ અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને સીધા રસી મૂકાવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા રખાઈ છે.

તેમણે બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.

આ વેળાએ ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા,ધારાસભ્ય શંભૂજી ભાઈ, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે તેમજ મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ અને શાળા શિક્ષક પરિવાર તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શાળાઓમાં વેક્સિનેશન પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ રહી છે, આ માટે ઘણી સ્કૂલોએ અત્યારથી વાલીઓ પાસેથી સંમતિ પત્રક મગાવવાનું શરૂ કરી દીધું છે. શાળામાંથી વેક્સિને લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું ત્યાં જ રજીસ્ટ્રેશન કરાશે અને રસી અપાશે. આ માટે સ્કૂલના 3-4 રૂમનો ઉપયોગ કરાશે. જેમાં એક રૂમમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ રહેશે. બીજા રૂમમાં વેક્સિન અપાશે અને અન્ય રૂમમાં વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).