જમીન મળશે તો લિફ્ટ સહિતની સુવિધા સજ્જ દેશનું પ્રથમ ઐતિહાસિક મ્યુઝિયમ હશે
ઉત્ખનન દરમિયાન મળી આવેલા સ્થાપત્યો પણ અહીં મુકાશે
હાલ શહેરના દરબાર નજીકના મ્યુઝિયમમાં પ્રાચીન અવશેષો સચાવાયેલા છે
Face Of Nation:ઐતિહાસિક નગરી વડનગરમાં લિફ્ટ સહિતની સુવિધા સજ્જ દેશનું પ્રથમ ઐતિહાસિક મ્યુઝિયમ બનાવવા સરકાર દ્વારા કવાયત હાથ ધરાઈ રહી છે.પૌરાણિક નગરીની રહેણીકરણી કેવી હતી તેમજ ઉત્ખનન દરમિયાન મળી આવેલા સ્થાપત્યો પણ અહીં મુકાશે. દસ દિવસ અગાઉ વડનગરની મુલાકાતે આવેલા સાંસ્કૃતિક વિભાગના કેન્દ્રીય સચિવ અરૂણ ગોયલની મુલાકાત પછી તંત્ર દ્વારા જમીન માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
વડનગરમા ઉત્ખનન દરમિયાન બૌદ્ધ સ્તૂપ 2000 થી 2500 વર્ષ જૂની નગરીના અવશેષો તેમજ પ્રાચીન મૂર્તિઓ,કાચની બંગડીઓ 8 થી 10 ફૂટ મહાકાય માટલા સહિતના સ્થાપત્યો મળી આવ્યા છે.આ સ્થાપત્યો અહીં જ સચવાય અને વડનગરની ઓળખ બની રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.આ માટે વડનગરમાં જ એક અદ્યતન મ્યુઝિયમ બને તે માટે કવાયત હાથ ધરાઈ રહી છે.આ માટે તાજેતરમાં સાંસ્કૃતિક વિભાગના કેન્દ્રીય સચિવ અરૂણ ગોયલની મુલાકાત લીધી હતી.લિફ્ટ સહિતની સુવિધા સજ્જ મ્યુઝિયમ બને તેવા પ્રયાસો થઈ રહ્યા છે.જિલ્લા તંત્ર જમીન કરાયો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
દેશનું સૌ પ્રથમ અદ્યતન (કદાચ અંડરગ્રાઉન્ડ પણ બની શકે) મ્યુઝિયમ બને તે માટે તંત્ર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે.હાલમાં શર્મિષ્ઠા કિનારા આજુબાજુ મ્યુઝિયમ બને તેવા પ્રયાસો થઈ રહ્યા છે.પ્રવાસીઓ લિફ્ટ દ્વારા શહેરની જાણકારી મેળવી શકે તેવી સુવિધા સજ્જ મ્યુઝિયમ બનાવી દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષવા પ્રયાસો કરાઈ રહ્યા છે.જો આ મ્યુઝિયમ બનશે તો દેશની અજાયબીમાં સ્થાન પામશે તેવું વર્લ્ડ ક્લાસ હશે.જો કે હજુ તંત્ર દ્વારા પ્રાથમિક ધોરણે સર્વે ચાલી રહ્યો છે.તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.પરંતુ કોઈ નિર્ણય લેવાયો નથી. વડનગરમાં દેશ-વિદેશના પ્રવાસીઓને આર્કષવા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.અહીં બની રહેલા મ્યુઝિયમ વિદ્યાર્થીઓ અને ટુરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે તેમાં કોઈ નવાઈ નથી.