Face Of Nation, 20-08-2021 : દેથાણમાં પરિણીતા પર 6 નરાધમો દ્વારા સામુહિક દુષ્કર્મ બાદમાં હત્યાના કેસમાં રાજનીતિ શરુ થઈ છે. પોલીસ કાર્યવાહી કરતા 6 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને તેમને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગ કરવામાં આવશે પરતું પીડિત પરિવારજનોને ન્યાય અપાવવાનની રેસમાં ભાજપના બે નેતાઓ આમને સામે આવ્યા છે. વડોદરાના કરજણના દેથાણ ગામમાં સામૂહિક દૂષ્કર્મ બાદ હત્યાને લઈ અલ્પેશ ઠાકોરે ભાજપના જ ધારાસભ્ય અક્ષય પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ વોટની રાજનીતિ કરતા હોવાનો અને મૃતકના ઘરેથી 5 કિલોમીટર દૂર ઓફિસ હોવા છતા તેઓ પરિવારને સાંત્વના આપવા ન આવ્યા હોવાનો આરોપ અલ્પેશ ઠાકોરે લગાવ્યો છે. આ સાથે જ કહ્યું કે જો આ કેસમાં સરકાર આગળ નહીં આવે તો માનીશું કે સરકાર પણ સંવેદનશીલ નથી.
અલ્પેશ ઠાકોરના આરોપ બાદ અક્ષય પટેલે કહ્યું કે અમે તાત્કાલિક પોલીસ સાથે ચર્ચા કરી હતી અને પોલીસે પણ તાત્કાલિક કાર્રવાઈ કરીને આરોપીને પકડી પાડ્યા છે. અલ્પેશ ઠાકોર કોઈના કહેવાથી આવા નિવેદન આપતા હોવાનું અક્ષય પટેલે કહ્યું હતું. ઘટના બન્યા બાદ પોલીસની કાર્યવાહીમાં વિલંબ થતા તમામ સવાલો ઉઠી રહ્યા છે.ત્યારે અક્ષય પટેલે જણાવ્યું હતું કે ઘટના બની ત્યારથી જ પરિવારના સંપર્કમાં છું, પોસ્ટ મોર્ટમ વખતે પણ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. એટલું જ નહીં અમે સ્થાનિક પોલીસે પણ વાત કરી હતી. અને એક જ દિવસમાં આરોપીઓ પકડી લેવામાં આવ્યા હતા. સમય મળશે તો આવીશ એવું મેં કહ્યું જ નથી, જો કહ્યું હોય તો અલ્પેશ ઠાકોર સાબિત કરી બતાવે તેમ ધારાસભ્ય અક્ષય પટેલ અલ્પેશ ઠાકોરને સાબિત કરી બતાવવા કહ્યું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)