Face of Nation 11-02-2022 : સરકારો ગમે તે પક્ષની હોય અને ગમે તેવી વાતો કરે પરંતુ હકીકત તો એ છે કે, સામાન્ય નાગરીક હંમેશા પિસાતો રહ્યો છે અને પિસાતો રહેશે. જી હા, પાછલા થોડા સમયમાં દેશની અર્થવ્યવસ્તા જાણે ઈતિહાસમા સૌથી ખરાબ કાળમાં થી પસાર થઈ રહી છે તે પ્રતિત જ છે. સરકાર દ્વારા આમ તો કહેવાતા અનેક પગલા મોંઘવારીને ડેમવા ઉઠાવવામાં આવ્યા હોવનું સરકાર હંમેશા વાજૂ વગાડ્યા જ કરે છે અને ભાવ કોઈને કોઈ કારણ સર વધ્યા જ કરે છે. સામાન્ય માણસ બસ આ ખેલ જોયા સિવાય અને પોતાનું ગજવુ ખંખેરવા મજબૂર થયા સિવાય વિશેષ કશું કરી પણ નથી શકતો.
ફરી એક વખત મોંઘવારી મામલે લોકો માટે પડતા પર પાટા જેવો ક્યાસ જોવામાં આવી રહ્યો છે. પેટ્રેલ 100ની નજીક પહોંચાડી દીધું છે અને લોકોની અપેક્ષા મુજબ હવે વારો CNG નો છે. સરકાર પણ આ ક્ષેત્રમાં લોકોની અપેક્ષા પ્રમાણે જ વર્તી રહી છે અને તેનું પ્રમાણ એ છે કે, મોંઘવારીનો વધુ એક માર લોકો પર થ્થોપી દેવામાં આવ્યો છે. જી હા, વડોદરા ગેસ લિમીટેડ દ્વારા CNGના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. રૂ.66.50 પ્રતિ કિલોગ્રામ (07 જાન્યુઆરી, 2022 થી) જે ભાવ હતો તેમા આસરે બે નો વધારો કરવામાં આવે તો હવે 68.50 ની આસપાસ વડોદરા ગેસનાં ગ્રાહકોને CNGનાં પ્રતિ કિલોએ ચૂકવવા પડશે.
ઉલ્લેખનીય છે કે, આ ભાવ વધારાની સીધી અસરો ગ્રહાકો પર થશે અને સામાન્ય માણસોના કરોડો ખંખેરાઈ જશે.આમતો સરકાર તમામ ક્ષેત્રમાં એક રાષ્ટ્ર – એક …. ની વાત કરે છે, ત્યારે ગેસ, પેટ્રોલ અને અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટસનાં ભાવ રાષ્ટ્રભરમાં તો છેડો રાજ્યમાં પણ સરખા નથી અરે રાજ્ય પણ અલગ વાત છે મહાનગરોમાં પણ ભાવે જૂદાજૂદા છે. તમામ કંપનીઓ પોત પોતાની રીતે ભાવ નક્કી કરી વધારો-ઘટાડો કરે છે. આમ તો ઘટાડો નહીવત અન નજીવો જ હોય છે. ત્યારે સરકારને પ્રજા પૂછી રહી છે કે આમા આપ એક રાષ્ટ્ર એક ભાવ નહીં તો એક રાજ્ય એક ભાવ કેમ નથી કરતા અને પેટ્રોલિયમ વસ્તુઓ આવશ્યક વસ્તુમાં સમાવી કેમ ભાવો પર અંકુશ નથી મુકતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
https://www.youtube.com/watch?v=dhxLwdpguqU