Face Of Nation, 03-08-2021 :વડોદરાના એમએલએ મધુ શ્રીવાસ્તવનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો પાદરા શહેરમાં યોજાયેલા કાર્યક્રમનો છે. મધુ શ્રીવાસ્તવે આ વીડિયોમાં ફરી અધિકારીઓને ‘ચૌદમુ રતન’ બતાવવાની ધમકી આપી છે. જોકે, તેઓ આ વાતને ધમકી માનતા નથી. તેમના મતે ‘ચૌદમું રતન’ એટલે અધિકારી કામ ન કરે તો તેની બદલી કરાવી શકવાની ક્ષમતા
મધુ શ્રીવાસ્તવે જણાવ્યું, ‘જે કોઈ પણ અધિકારીઓ હશે અધિકારીઓ કામ ન કરે તો ચૌદમું રતન ન વાપરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં, સમય આવી ગયો છે ઘણું બધું છે. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે કોઈ પણ ઉમેદવાર હોય તેને જંગી બહુમતીથી જીતાડશો.’ આ વીડિયો મધુ શ્રીવાસ્તવનો પાદરામાં વાયરલ થયો જ્યાં તેમણે આ વાત કહી હતી.
પાદરા ખાતે આયોજિત અન્નોત્સવ દિવસના કાર્યક્રમાં વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. અહીં સંબોધન દરમિયાન મધુ શ્રીવાસ્તવની જીભ લપસી ગઈ હતી. મધુ શ્રીવાસ્તવે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા માટે કહ્યું હતું, આટલું જ નહી તેઓએ ધમકીના સ્વરમાં કહ્યું હતું કે, જો અધિકારીઓ કામ ના કરે તો કહેજો, તેમને ચૌદમું રતન ના બતાડું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં.
ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવ અગાઉ પણ અનેક વખત વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન જનસભાને સંબોધવા દરમિયાન મધુ શ્રીવાસ્તવે એવો બફાટ કર્યો હતો કે, પોલીસ અને કલેક્ટરને તો હું મારા ખિસ્સામાં રાખુ છું. તેમના આ નિવેદન પર અનેક રાજકીય પાર્ટીઓએ વાંધો ઉઠાવ્યો હતો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)