Face of Nation 12-01-2022: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મના કેસો વધી રહ્યા છે તે પછી નાની બાળકી હોય કે પછી પરિણીતા. ગુજરાતમાં દિકરીઓ સલામત હોવાની વાતો પોકળ સાબિત થઇ છે. ત્યારે ફરી એકવાર વડોદરામાં લંપટોએ સગીરાને પોતાનો શિકાર બનાવી. વડોદરાના ન્યુ. વી.આઇ પી રોડ પાસેના પાર્કિંગના બસમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનુ સામે આવ્યુ છે.
હજી તો વડોદરામાં કથિત દુષ્કર્મ બાદ ટ્રેનમાં આપઘાતની ઘટનાનું કોકડું ઉકેલાયુ નથી તેવામાં હવસખોરોએ સગીરાને નિશાન બનાવી. આ શખ્સો સગીરાને ન્યુ.વી.આઇ.પી રોડ પાસેના પાર્કિંગમાં લઇ ગયા અને ત્યાં પડેલી બસમાં સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચર્યુ. ઘટનાને પગલે સગીરાએ પરિવારને જાણ કરતા 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.હરણી પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
વડોદરામાં રહેતી અને મૂળ નવસારીની યુવતીએ દિવાળીના દિવસે વલસાડની ટ્રેનમાં આપઘાત કર્યો હતો. વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત કવીનના D12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. આ મામલે તપાસ કરતા GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જો કે FSL રિપોર્ટમાં યુવતી પર દુષ્કર્મ થયુ ન હોવાનુ તારણ સામે આવતા કેસ ગુંચવાયો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).