Home News વડોદરા : રાજ્યમાં પ્રથમવાર હાઇડ્રોજન બલૂન દ્વારા લોકો ઉપર નજર, Video

વડોદરા : રાજ્યમાં પ્રથમવાર હાઇડ્રોજન બલૂન દ્વારા લોકો ઉપર નજર, Video

ફેસ ઓફ નેશન, 11-04-2020 : રાજ્યમાં પ્રથમવાર હાઇડ્રોજન બલૂનનો ઉપયોગ પોલીસે કર્યો છે. વડોદરા પોલીસે આ બલૂનમાં કેમેરા ગોઠવ્યા છે. જેના દ્વારા વડોદરાના વિસ્તારો ઉપર નજર રખાઈ રહી છે. દિવસ રાત 24 કલાક આ બલૂન મારફતે લોકો ઉપર નજર રખાઈ રહી છે. લોકડાઉનના ભંગને રોકવા આ નવતર પ્રયોગ કરાયો છે. જે કેટલાક અંશે સફળ સાબિત થઇ રહ્યો છે. લોકો ઘરમાંથી બહાર નીકળે તો તેની વિરુધ્દ કાર્યવાહી કરાઈ રહી છે. પોલીસ લોકડાઉનનો અમલ કરાવવાના તમામ પ્રયાસો કરી રહી છે. બિનજરૂરી બહાર નીકળનારા લોકોના વાહનો પણ જપ્ત થઇ રહ્યા છે. વડોદરામાં કોરોનાના કેસો વધુ નોંધાયા છે. જેથી આરોગ્ય અને પોલીસ વિભાગ સતર્ક છે.

https://youtu.be/EpkaCAv_6H4

Thank You Gujarat Police : લોકડાઉન પછી શું કરશે પોલીસ જવાનો, આ વિડીયો જુઓ અને શેર કરો

અમદાવાદ : ચાંદલોડિયાના આલ્ફા કોમ્પ્લેક્સમાંથી નમાઝ અદા કરતા 6ની ધરપકડ