ફેસ ઓફ નેશન, 16-04-2020 : નાગાલેન્ડના કેટલાક યુવાનો વડોદરામાં ફસાયા હોવાની એક ટ્વીટ કરવામાં આવી હતી. ટ્વીટર દ્વારા થયેલી આ ટ્વીટને લઈને વડોદરા પોલીસ તાત્કાલિક એ જગ્યાએ પહોંચી ગઈ હતી. આ ટ્વીટમાં જણાવ્યા મુજબ વડોદરાના વાસના રોડ ઉપર આવેલી શાલિગ્રામ સોસાયટીમાં રહેતા કેટલાક નાગાલેન્ડના યુવકોને કરિયાણાની જરૂર હતી. જેમને કોઈ મદદ મળી રહી નહોતી. જેને લઈને એક યુવતીએ દિલ્હીથી ટ્વીટ કરીને તેમને કરિયાણું પહોંચાડવા મદદ માંગી હતી. જેને લઈને કરિયાણું લઈ પોલીસ તત્કાલ ટ્વીટમાં બતાવેલા સરનામે પહોંચી ગઈ હતી.
વડોદરા પોલીસે પરપ્રાંતીયોને મદદ કરીને એક ઉત્તમ સેવાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ગુજરાત પોલીસ સોશિયલ સાઇટ્સ ઉપર પણ સતત એક્ટિવ છે. જેના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. સોશિયલ સાઇટ્સ દ્વારા પણ માંગવામાં આવતી મદદને લઈને તેઓ હંમેશા અગ્રેસર રહે છે. વડોદરા પોલીસે ટ્વીટર ઉપર માંગવામાં આવેલી મદદને ધ્યાને લઈ તત્કાલ તેમની જરૂરિયાત પુરી કરી હતી. નાગાલેન્ડના યુવાનોને પોલીસે કરિયાણું સહીત જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડી હતી. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
AMC : સેમ્પલ ટેસ્ટિંગની પ્રક્રિયામાં રહેલા કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો
ટ્રમ્પની ભારત મુલાકાત ટાણે અમેરિકામાં 35 અને ભારતમાં 3 કોરોના પોઝિટિવ કેસ હતા