Home News કેન્દ્રીય ગૃહમંત્રાલયે દેશના 15666 પોલીસ સ્ટેશનનું જાહેર કર્યુ રેકીંગ જેમાં વડોદરાનું એક...

કેન્દ્રીય ગૃહમંત્રાલયે દેશના 15666 પોલીસ સ્ટેશનનું જાહેર કર્યુ રેકીંગ જેમાં વડોદરાનું એક પણ પોલીસ સ્ટેશન નહિ

લોકો સાથેના વ્યવહાર સહિતના મુદ્દે 15 હજારથી વધુ પોલીસ સ્ટેશનનો સરવે

Face Of Nation:વડોદરાઃ વિવિધ માપદંડોના આધારે સર્વે કરાયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે દેશના 15666 પોલીસ સ્ટેશનના જાહેર કરેલા રેકીંગમાં વડોદરા શહેર જીલ્લાના એક પણ પોલીસ સ્ટેશનનો સમાવેશ થયો નથી. આ રેકીંગમાં ગુજરાતના 5 પોલીસ સ્ટેશનનો પણ પાછલો ક્રમ આવ્યો છે.

મંત્રાલયે કર્યો સરવે
ગુના થતા રોકવા અને ગુનામાં ઘટાડો, ગુનાની તપાસ, ગુનાની તપાસ પુરી કરવી, અસામાજીક તત્વો સામે પોલીસની કાર્યવાહી તથા કોમ્યુનિટી પોલીસીંગ, પોલીસ સ્ટેશન બિલ્ડીંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર, પોલીસ કર્મીઓનો લોકો સાથેનો વ્યવહાર, મેન્યુઅલ રેકોર્ડસની સાચવણી અને લોકોનો ફિડબેક સહિતના વિવિધ પ્રકારના મુદ્દાઓને આધારે કેન્દ્રીય ગૃહમંત્રાયલે દેશભરના 15666 પોલીસસ્ટેશનનો સર્વે કરાવ્યો હતો અને તેના આધારે પોલીસ સ્ટેશનના રેકીંગ જાહેર કરાયા છે.

વડોદરાનું એક પણ પોલીસ સ્ટેશન નથી
જેમાં રાજસ્થાનના બીકાનેરના કાલુ પોલીસ સ્ટેશનનો 1લો રેંક આવ્યો છે. ટોપ 87 રેકીંગમાં વડોદરા શહેર જિલ્લાના એક પણ પોલીસ સ્ટેશનનો સમાવેશ થયો નથી. હાઇટેકની વાતો કરતું શહેર પોલીસ તંત્ર હજું રેકીંગના ટોપ 100માં પણ સ્થાન પામી શકયું નથી. ડીસીપી (વહીવટ) મનિષ સિંઘે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનના રેકીંગ માટેની સત્તાવાર માહિતી હજું તેમને મળી નથી.

શું હતા માપદંડ?

ગુનાખોરીમાં ઘટાડો
ગુનાને ઝડપથી શોધી કાઢવા
કેસની તપાસની પુર્ણતા
કમ્યુનિટી પોલિસીંગ
અસામાજીક તત્વો સામે એકશન
કર્મચારીઓનું શિસ્ત અને વ્યવહાર
મેન્યુઅલ રેકોર્ડસની સાચવણી
સિટીઝન ફિડબેક
ઇન્ફ્રાસ્ટ્રકચર
ગુજરાતનાં ક્યાં પોલીસ સ્ટેશનને ક્યું રેકિંગ

27માં નંબરે કપડવંજ રુરલ
29માં નંબરે જુનાગઢનું મેંદરણા પોલીસ સ્ટેશન
57માં નંબરે અમદાવાદનું વિઠ્ઠલપુર પોલીસ સ્ટેશન
62માં નંબરે અરવલ્લી જીલ્લાનું આંબલીયારા પોલીસ સ્ટેશન
74મું રેકીંગ ડાંગનું આહવા પોલીસ સ્ટેશન