Home Politics અલ્પેશના રાજીનામા પછી કોંગ્રેસની કફોડી સ્થીતી પર વાઘાણીએ કર્યા પ્રહાર

અલ્પેશના રાજીનામા પછી કોંગ્રેસની કફોડી સ્થીતી પર વાઘાણીએ કર્યા પ્રહાર

Face Of Nation:અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ રાજીનામા આપી દેતાં રાજકારણ ગરમાયું છે. એકબાજુ કોંગ્રેસમાં આ બંને ધારાસભ્યોના રાજીનામાથી ભૂકંપ આવી ગયો છે. રાજીનામા આપ્યા બાદની થોડી જ ક્ષણોમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અને અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ વાઘાણીએ કોંગ્રેસને આડેહાથ લેતાં પ્રહાર કર્યા હતા.

પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં જીતુ વાઘાણીએ પહેલાં બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યું કે, આજે નવો ઈતિહાસ બન્યો છે, તમામ લોકોને ફાયદો થાય તેવું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તે બાદ વાઘાણીએ અલ્પેશ ઠાકોરના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપી હતી. જીતુ વાઘાણીએ કહ્યું કે, અમે કોઈને ક્રોસ વોટિંગ માટે કહ્યું નથી. કોંગ્રેસે પોતાનો ઈતિહાસ યાદ કરવો જોઈએ. ક્રોસ વોટિંગ કરવા માટે અમે કોઈને કહ્યું નથી.

આ ઉપરાંત વાઘાણીએ કહ્યું કે, ક્રોસ વોટિંગ કરવાનો કોંગ્રેસનો ઈતિહાસ છે. અને તે શંકરસિંહ વાઘેલાના સમયમાં પણ આ સ્થિતિ નથી. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ નથી, એટલે તેઓને રિસોર્ટમાં લઈ જવા પડે છે. હજુ પણ કોંગ્રેસમાં એવા ઘણા લોકો છે, કે જેમને કોંગ્રેસના કોંગ્રેસના નેતૃત્વમાં વિશ્વાસ નથી.

તેમજ કોંગ્રેસના આરોપો પર વાઘાણીએ પ્રતિક્રિયા આપી કે, કોંગ્રેસના આક્ષેપો વાહિયાત છે. કોંગ્રેસ ખોટું બોલવા માટે ટેવાયેલી છે. કોંગ્રેસ તૂટી રહી છે. અને કોંગ્રેસ ડરી પણ ગઈ છે.