Home Crime વાહન ચેકિંગ દરમિાયન વલસાડ પોલીસે કારમાંથી MD ડ્રગ્સ ઝડપ્યું, 3 વ્યક્તિની કરી...

વાહન ચેકિંગ દરમિાયન વલસાડ પોલીસે કારમાંથી MD ડ્રગ્સ ઝડપ્યું, 3 વ્યક્તિની કરી ધરપકડ

Face Of  Nation, 01-09-2021:વલસાડના ડુંગરી નજીક વાગલધરા ગામ પાસે વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 58 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે ડ્રગ્સ સાથે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. વલસાડ ડુંગરી પોલીસની ટીમ વાધલધરા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે મુંબઈ તરફથી આવતી કાર (GJ-06-DQ-8479) પર પોલીસને શંકા જતા તેને અટકાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્રણ વ્યક્તિઓ 58 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા હતા. પોલીસે જામનગરના ત્રણેય વ્યક્તિની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

વલસાડ પોલીસની ટીમ રાત્રી દરમિયાન ચેકિંગ કરી રહી હતી. ત્યારે મુંબઈ તરફથી આવી રહેલી કાર શંકાસ્પદ લાગતા પોલીસે તેને ઉભી રાખી પૂછપરછ કરી હતી. પોલીસે કારની અંદર ચેકિંગ કરતા 58 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની કિંમત ત 5,83,600 લાખ રૂપિયા છે. પોલીસે બે લાખની કાર સહિત કુલ 7.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ તો જામનગરના ત્રણેય વ્યક્તિની અટકાયત કરીને એસઓજીએ તપાસ શરૂ કરી છે.

પોલીસે જે ત્રણ આરોપીની ધરપકડ કરી છે તેમાં રિઝવાન ડોચકી, મંઝીડ મકરાણી અને શરજહાં બલોચ સામેલ છે. આ ત્રણેય આરોપીઓ જામનગર રહે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)