Face Of Nation 30-05-2022 : સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે વલસાડમાં ગઇકાલે આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આકાશમાં કાળાં ડિબાંગ વાદળો અને વરસાદને પગલે લોકોને આંશિક રાહત મળી છે.
વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતો ચિંતામાં
આ પ્રી-મોન્સૂન એક્ટિવિટીને પગલે જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ સતાવી રહી છે. ત્યારે વરસાદને લઈને શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. વહેલી સવારે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નોંધનીય છે કે આજરોજ સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. તો બીજીતરફ વલસાડમાં થોડા દિવસ અગાઉ પણ ધોધમાર વરસાડ પડ્યો હતો. જ્યારે આજે ફરી વરસાદ પડતાં જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ સતાવી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat વલસાડમાં વહેલી સવારે વરસાદ પડતાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત, ખેડૂતોની ચિંતામાં વધારો,...