Face Of Nation:વલસાડની એક શિક્ષિકા વડોદરા રક્ષાબંધન નિમિત્તે ભાઈને રાખડી બાંધવા વડોદરા ગઈ હતી. વડોદરાથી ગુજરાત કવિનમાં પરત ફરતા ગુરૂવારે રાત્રીના 11:40 ના સુમારે નવસારી-અમલસાડ વચ્ચે વલસાડની શિક્ષિકાને કોચમાં એકલી જોઈ એક હિન્દી ભાષી યુવકે તેણીનું મોઢું દબાવી અભદ્ર અડપલાં કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. સદ નસીબે ટ્રેન અમલસાડ ઉભી રહેતા શિક્ષિકા આ નરાધમની ચુંગલમાંથી છુટકારો મેળવી ટ્રેનમાંથી ઉતરી પડી હતી. ત્યાર બાદ યાત્રીઓની મદદ મેળવવા આગળના જનરલ કોચમાં પહોંચી ગઈ હતી. જેના પગલે જનરલ કોચમાંથી 2-3 યાત્રીઓ મહિલા કોચમાં દોડી જતા નરાધમ યુવક ફરાર થઇ ગયો હતો. શિક્ષિકાએ વલસાડ આવતા વલસાડ GRP પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નવસારી અમલસાડ વચ્ચે નરાધમ દ્વારા કરવામાં આવતા અડપલાં માટે વલસાડ રહેતા પતિની મદદ માંગવામાં આવી હતી. પતિએ વલસાડ કંટ્રોલ રૂમ ઉપર ફોન કરી ઘટનાની જાણ કરી હતી.