Home News શાબ્દિક લડાઈ હવે તોડફોડ સુધી પહોંચી; કુર્લાના ધારાસભ્યની ઓફિસમાં કરી તોડફોડ, અહમદનગરમાં...

શાબ્દિક લડાઈ હવે તોડફોડ સુધી પહોંચી; કુર્લાના ધારાસભ્યની ઓફિસમાં કરી તોડફોડ, અહમદનગરમાં શિંદેની તસવીર પર કાળી શાહી લગાવી; જુઓ Video

https://youtu.be/MnuSxFd_98E

Face Of Nation 24-06-2022 : મહારાષ્ટ્રમાં સત્તાનો સંગ્રામ હવે હિંસક બની રહ્યો છે. શુક્રવારે કુર્લા વિસ્તારમાં શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુંડાલકરની ઓફિસમાં કેટલાંક લોકો હુમલો કર્યો. ઓફિસના મેન ગેટ પર તોડફોડ કરી. તેમના પોસ્ટર અને નેમ પ્લેટ તોડી નાખી. તો અહમદનગરમાં પણ બળવાખોર ધારાસભ્યોના નેતા એકનાથ શિંદેની તસવીર પર કાળો પીંછડો ફેરવવામાં આવ્યો.અહીં ઉદ્ધવના સમર્થકોએ શિંદે વિરૂદ્ધ જોરદાર સૂત્રોચ્ચારો કર્યા સાથે જ તેમને ગદ્દાર ગણાવ્યા.
મહારાષ્ટ્ર પોલીસે સમગ્ર રાજ્યમાં હાઈએલર્ટ જાહેર
સાકીનાકા વિસ્તારમાં બળવાખોર ધારાસભ્ય દિલીપ લાંડેના પોસ્ટર ફાડવામાં આવ્યા છે. લાંડે ગુરુવારે જ ગુવાહાટી પહોંચી ગયા હતા અને શિંદેને પોતાનું સમર્થન આપ્યું હતું. બળવાખોર ધારાસભ્યોના સમર્થકોનો આરોપ છે કે તોડફોડ કરનારા આ લોકો ઉદ્ધવ ઠાકરેના લોકો છે. તોડફોડની ઘટના પછી મહારાષ્ટ્ર પોલીસે સમગ્ર રાજ્યમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે.
CM હાઉસ છોડ્યું છે, મુખ્યમંત્રીનું પદ નહીં : ઉદ્ધવ
મહારાષ્ટ્ર રાજકીય સંકટનો ચોથા દિવસે લડાઈ આરપારના મૂડમાં આવી ગઈ છે. માતોશ્રીમાં એક મીટિંગ દરમિયાન શિવસેના ચીફ ઉદ્ધવે કહ્યું કે, ઠાકરેનું નામ લીધા વગર આ લોકો રહી નથી શકતા. એક સમયે શિવસેના માટે મરવાની વાતો કરતા હતા હવે પાર્ટી તોડવાની વાતો કરે છે. મેં સીએમ હાઉસ છોડ્યું, મુખ્યમંત્રી પદ નહીં.  બીજી બાજુ ગુવાહાટીથી મુંબઈ માટે નીકળેલા બળવાખોર નેતા એકનાથ શિંદે શહેરમાં 3 કલાક ફરીને પાછા હોટલ આવી ગયા છે. શિંદે જૂથના 2 અપક્ષ ધારાસભ્ય મહેશ બદલી અને વિનોદ અગ્રવાલે ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલાને હટાવવા માટેની નોટિસ મોકલી છે. નરહરિ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે સલાહ લીધા વગર અજય ચૌધરીને શિવસેનાના ધારાસભ્ય પક્ષના નેતા બનાવી દીધા છે.
ઉદ્ધવ ઠાકરેની બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલના ચોથા દિવસે ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એકનાથ શિંદે સાથે બળવો કરનારા લગભગ 40 ધારાસભ્યોના PSO (ખાનગી સચિવ અધિકારીઓ, કમાન્ડો અને કોન્સ્ટેબલ) વિરુદ્ધ સરકાર કાર્યવાહી કરશે. આ તમામ PSOએ રાજ્ય છોડતી વખતે વહીવટીતંત્ર અને ગુપ્તચર વિભાગને જાણ કરી ન હતી. તેથી તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).