Home News શંકાના આધારે અટકાયત;વાપી રેલવે સ્ટેશન પર એક યુવકના ગુદામાર્ગમાંથી 25 લાખનું સોનું...

શંકાના આધારે અટકાયત;વાપી રેલવે સ્ટેશન પર એક યુવકના ગુદામાર્ગમાંથી 25 લાખનું સોનું મળી આવ્યું!

Face Of Nation 29-04-2022 :  સોનાની દાણચોરી માટે લોકો જાત-જાતના રસ્તા અપનાવતા હોય છે, વાપી રેલ્વે સ્ટેશન પર આવી જ એક અજીબ ઘટના સામે આવી છે. જેમાં ટ્રેન માર્ગે અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા એક યુવક પાસેથી DRIની ટીમે 500 ગ્રામ જેટલું સોનુ પકડી પાડ્યું છે. જોકે યુવકે જે જગ્યાએ સોનું છુપાવ્યું હતું તે જાણીને ખૂદ DRIની ટીમ પણ ચોંકી ઉઠી હતી. DRIની ટીમે યુવકના ગુદામાર્ગમાં છુપાવેલું સોનું કબજે કર્યું હતું.
ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા
હવાઇ માર્ગે દુબઇથી અમદાવાદ આવેલા યુવકે 500 ગ્રામ સોનુ બીજે ક્યાંય નહીં પરંતુ પોતાના ગુદા માર્ગમાં જ છુપાવ્યું હતું. જેની બાતમી DRIને મળી હતી. આથી સુરત અને વાપી DRIની ટીમે વાપી રેલ્વે સ્ટેશન પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા મુળ મધ્યપ્રદેશના મયંક જૈન નામના યુવકને શંકાના આધારે અટકાયત કરી હતી. ત્યારબાદ તેની પૂછપરછ અને શારીરિક તપાસ કરતાં તેના ગુદા માર્ગમાંથી 500 ગ્રામ જેટલું સોનું મળી આવ્યું હતું.
દુબઈથી હવાઈ માર્ગે અમદાવાદ આવ્યો હતો
યુવક દુબઈથી હવાઈ માર્ગે અમદાવાદ આવ્યો હતો અને 500 ગ્રામ જેટલું સોનું બે ભાગમાં વહેંચી અને તેના ગુદામાર્ગમાં છુપાવી દીધુ હતુ. અંદાજે 25 લાખની કિંમતના સોનાને યુવક ગુદા માર્ગમાં છુપાવી અને દાણચોરી કરી અને અમદાવાદ લાવ્યો હતો.ત્યારબાદ અમદાવાદથી રેલ માર્ગે મુંબઇ તરફ જઈ રહ્યો હતો, જેની બાતમી મળતા જ સુરત અને વાપી DRIની ટીમે વાપી રેલ્વે સ્ટેશન પરથી આ યુવકની ધરપકડ કરી અટકાયત કરી તેની પાસેથી 500 ગ્રામનું સોનું કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).