Home Uncategorized ખાખીનો ખેલ ભાગ : 4 : સુરતના IPS સામે ઉઘરાણાની ફરિયાદ, જાણો...

ખાખીનો ખેલ ભાગ : 4 : સુરતના IPS સામે ઉઘરાણાની ફરિયાદ, જાણો સમગ્ર બાબત

Face of Nation 12-02-2022 : ગુજરાતભરના પોલીસ બેડામાં સન્નાટો સર્જી દેનાર રાજકોટ તોડકાંડમાં રાજકોટ પોલીસ કમિશ્નર પર આક્ષોપો થયા બાદ વધુ એક IPS સામે ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવી રહ્યું છે. IPS સામે કરવામાં આવેલા ભ્રષ્ટાચારનાં આક્ષેપોને કારણે સુન્ન થયેલ ગુજરાત પોલીસનાં અધિકારીઓ વધુ ઝટકા ખાઈ અવાચક બની ગયાનું સાંભળવામાં આવે છે.

સુરતના તત્કાલિન DCP એમ.એસ.ભાભોર સામે ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અડાજણના બિલ્ડર ઉદય છાસિયાએ ગૃહમંત્રીને ફરિયાદ કરી છે. લાંચ પેટે રકમ ન આપે તો ખોટા કેસ કરીને મિલકત પડાવી લેવાનો કારસો રચ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામા આવ્યો છે. અડાજણના બિલ્ડર ઉદય છાસિયા દ્રારા તત્કાલિન DCP સહિત અડાજણ પોલીસ મથકના બે રાઇટર સામે ફરિયાદ કરવામાં આવી છે. ઉપરાંત તત્કાલિન રાઇટર હિતેશ ચૌધરી, અનકભાઈનાં નામો પણ ફરિયાદ સામેલ છે. પોલીસકર્મીઓએ 5 કરો઼ડ 56 લાખ  રૂપિયા પડાવવા કાવતરું ઘડ્યું હોવાના આરોપ લગાવવામાં આવ્યા  છે. ખોટા પુરાવા ઉભા કરીને, કેસ કરીને બિલ્ડરને જેલમાં ધકેલ્યાની ફરિયાદ દાખલ થઈ છે. જે કે, અધિકારી પર આક્ષેપ કરવામાં આવ્યા છે, તે હાલ વડોદરા ખાતે ફરજ બજાવે છે.

જાણો શું છે પુરો માંજરો – ફરિયાદીના આક્ષેપ અનુસાર વર્ષ 2016માં મારી સાઇટ પરશુરામ ગાર્ડન પાસે ચાલતી હતી. અડાજણ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના કર્મી મારી પાસે આવ્યા હતા. DCP ભાભોર બોલાવે છે એમ કહીને મને લઇ ગયા હતા. જે બાદ હું એમ.એસ ભાભોરની ઓફિસમાં ગયો હતો, એ સમયે મારી પાસે 10 કરોડ રૂપિયાની લાંચ માગી હતી. અને ધમકી સ્વરૂપે એવું કહેવામાં આવ્યું હતું કે જો તમે 10 કરોડ નહીં આપો તો તમારો ધંધો બંધ થઈ જશે. અને સાથે જ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. ડી સ્ટાફના કર્મીઓ મારી સાઇટ પર વારંવાર આવવા લાગ્યા હતા અને મારી સામે ફરિયાદ આવ્યાનું કહી મને પકડીને લઇ જતા હતા.

શું કહેવું છે તત્કાલિન DCP એમ.એસ. ભાભોરેનું આ આક્ષેપો બાબતે – હું ફરિયાદીને રૂબરૂ મળ્યો નથી. એમના વિરુદ્ધ ગુનો આવ્યો હતો તો ફરિયાદ દાખલ થઈ હતી. એલિગેશન ગમે તે કરી શકે. હું ઉદય છાસિયાને કોઈ દિવસ મળ્યો પણ નથી. તો કેવી રીતે શક્ય બને કે આરોપ મુજબ મારા માણસ આવે અને ધમકાવે? રૂપિયાની કોઈ જ મેટર નથી. ફક્ત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ગુનો પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં હોય છે. DCPની ઓફિસમાં નહીં. આરોપો પાયા વિહોણા છે.

શું સામાન્ય માણસનો ગજ વાગશે આમા…

રાજકોટ પોલીસ કમિશ્નર સામે કરવામાં આવેલા ભ્રષ્ટાચારનાં પડધા આખા રાજ્યમા પડ્યા છે અને આવુ થવાનુ કારણ એ પણ કહી શકાય કે તે ફરિયાદ પત્ર ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ અને તો પણ લાંબા સમય બાદ સમગ્ર મામલો ગરમાયો અને સરકાર દ્વારા તપાસનાં આદેશ આપવામાં આવ્યા. ત્યારે શું દરેક જગ્યાએ ધારાસભ્ય ફરિયાદ કરે કે કોઈ મોટું માથું ફરિયાદ કરે તો જ ન્યાય મળશે ? કે પછી કોઈ સામાન્ય મણસ ના આક્ષેપો – આરોપો – ફરિયાદને પણ સંભળાશે`

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

https://www.youtube.com/watch?v=dhxLwdpguqU