Home News ગુજરાતના 209 તાલુકામાં વરસાદી સાદ;સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં અનરાધાર, સૌથી વધુ વિજાપુરમાં...

ગુજરાતના 209 તાલુકામાં વરસાદી સાદ;સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં અનરાધાર, સૌથી વધુ વિજાપુરમાં 4.5 ઇંચ

  • 65 તાલુકાઓમાં 20થી 113 મી.મી. જ્યારે 144 તાલુકાઓમાં 1થી 19 મી.મી. વરસાદ
  • સૌથી વધારે વરસાદ સાબરકાંઠા જિલ્લામાં જ્યારે સૌથી ઓછો વરસાદ કચ્છ, તાપી જિલ્લામાં

Face Of Nation:અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલા જ રાજ્યના 209 જેટલા તાલુકાઓમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. ઉત્તરથી લઇને મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છના અમુક ભાગોમાં નહિવત વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદના આંકડાઓ પ્રમાણે સૌથી વધારે વરસાદ મહેસાણાના વિજાપુરમાં પડ્યો છે. વિજાપુરમાં 113 મી.મી. વરસાદ નોંધાયો છે. ગુજરાતના 65 તાલુકાઓમાં 20થી 113 મી.મી. જ્યારે 144 તાલુકાઓમાં 1થી 19 મી.મી. વરસાદ નોંધવામાં આવ્યો છે. જ્યારે 11 તાલુકાઓમાં વરસાદ પડ્યો નથી.

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ
છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં 10 મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સરેરાશ 33 મી.મી., સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 10 મી.મી., કચ્છમાં 1 મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બેટિંગ કર્યા બાદ ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. મહેસાણાના વિજાપુરમાં 113, સલતાસણામાં 47, કડીમાં 40, ઉંઝામાં 39, મહેસાણામાં 37, ખેરાલુમાં 30, સાબરકાંઠાના વિજયનગરમાં 95, હિંમતનગરમાં 81, ઇડરમાં 71, પ્રાતિંજમાં 64, વડગામમાં 60, ખેડબ્રહ્મામાં 49, પોશીનામાં 48, તલોદમાં 36, પાટણના સિદ્ધપુરમાં 71, ચાણસમામાં 30, સરસ્વતીમાં 30, પાટણમાં 25, બનાસકાંઠાના વડગામમાં 60, દાંતામાં 52, પાલનપુરમાં 40, અમીરગઢમાં 35, અરવલ્લીના મેઘરજમાં 47, મોડાસામાં 41, ભિલોડામાં 40, ધનસુરામાં 27 ગાંધીનગરના કલોલમાં 54, માણસામાં 49, દેહગામમાં 38, ગાંધીનગર શહેરમાં 27 મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે.

જિલ્લો
કેટલો વરસાદ(મી.મી.)

સાબરકાંઠા 62
ગાંધીનગર 42
મહેસાણા 38
અરવલ્લી 31
પાટણ 21
બનાસકાંઠા 19

સૌરાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ
ગીર-સોમનાથના ઉનામાં 70, ગીરગઢડામાં 46, સુત્રાપાડામાં 46, કોડિનારમાં 42, રાજકોટના લોધિકામાં 47, રાજકોટમાં 19, અમરેલીના રાજુલામાં 24, ખાંભામાં 21, જાફરાબાદમાં 20, મોરબીના વાંકાનેરમાં 19, જૂનાગઢના વંથલીમાં 17, માણાવદરમાં 16, સુરેન્દ્રનગરના વઢવાણમાં 16, ભાવનગરના મહુવામાં 14 મી.મી. વરસાદ નોંધાયો છે.
જિલ્લો
કેટલો વરસાદ(મી.મી.)

ગીર-સોમનાથ 36
રાજકોટ 13
જૂનાગઢ 9
મધ્ય ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ
અમદાવાદ શહેરમાં 51, બાવળામાં 50, દસ્ક્રોઇમાં 27, દેત્રોજમાં 25, ધોળકામાં 25, સાણંદમાં 20, ખેડાના કપડવંજમાં 53, કઠલાલમાં 28, મહેમદાવાદમાં 21, આણંદના બોરસદમાં 45, મહિસાગરના કડાણામાં 28, બાલાસિનોરમાં 19, સંતરામપુરમાં 19, પંચમહાલના શહેરામાં 27, દાહોદના ફતેપુરામાં 27 મી.મી. વરસાદ નોંધાયો છે.

જિલ્લો
કેટલો વરસાદ(મી.મી.)

અમદાવાદ 22
મહિસાગર 18
ખેડા 13
આણંદ 11

દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ
સુરતના ચોર્યાસીમાં 32, સુરત શહેરમાં 32, પલસાણામાં 27, માંડવીમાં 23, માંગરોળમાં 23, બારડોલીમાં 15, નવસારીમાં 27, જલાલપોરમાં 27, વલસાડમાં 24, વાપીમાં 24, ઉમરગામમાં 20, ભરૂચમાં 20, નેત્રંગમાં 16 મી.મી. વરસાદ નોંધાયો છે.

જિલ્લો
કેટલો વરસાદ(મી.મી.)

સુરત 19
વલસાડ 16
નવસારી 14