Home Gujarat 4 વર્ષે ભાંડો ફૂટ્યો: વસ્ત્રાલ RTOના હેડ કલાર્કે ફેરવ્યું ફુલેકું, દરરોજ કટકે...

4 વર્ષે ભાંડો ફૂટ્યો: વસ્ત્રાલ RTOના હેડ કલાર્કે ફેરવ્યું ફુલેકું, દરરોજ કટકે કટકે કરી ચાર વર્ષમાં 1.83 કરોડ રૂપિયાની કરી કટકી!

Face Of Nation 12-04-2022 : અમદાવાદના વસ્ત્રાલ આરટીઓનાં હેડ કલાર્કે ડ્યુટી પર રહીને 1.83 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હોવાની બાબતો સામે આવતા જ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વસ્ત્રાલ આરટીઓના વાર્ષિક ઓડિટમાં એ બાબતો સામે આવી કે, છેલ્લા 4 વર્ષથી આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. તપાસ થતા સિનિયર હેડ કેશિયર એમ એન પ્રજાપતિએ રજિસ્ટ્રેશન ટેક્સ, માસિક ટેક્સ, વાહન ટેક્સ સહિતની ફીમાં છેલ્લા 3 વર્ષમાં દખલગિરી આચારી હોવાની બાબત સામે આવી છે.
કેવી રીતે આચર્યું કૌભાંડ, પોતે 20થી 25% ચાઉં કરતો
વસ્ત્રાલ RTO કચેરી ખાતે વાહનોના રજીસ્ટ્રેશન ટેક્સ, ટ્રાન્સપોર્ટ વાહનોના 6 માસિક, વાર્ષિક ટેક્સ વગેરે પ્રકારના ટેક્સની રકમ અને સરકારી ફીનું ઉઘરાણું કરવાનું હોય છે. જે બાદ જમાં લીધેલા નાણાની પાવતીઓ આપી જે રકમ જમાં થઈ હોય તે રકમ દરરોજ સાંજે સરકારમાં ચલણથી જમા કરાવવાના હોવાથી આ નાણા SBI જમા કરાવવાના થતાં હોય છે. પણ જેતે પૂરતી રકમ જમાં ન કરાવતા તેમાંથી 20થી 25% રકમ આરોપી હેડ ક્લાર્ક એમ. એન. પ્રજાપતિ ચાઉ કરી જતો હતો. સતત આવકમાં થઈ રહેલા ઘટાડા પર ઉપરી અધિકારીઑનું ધ્યાન ગયું હતું. અધિકારીઓએ વસ્ત્રાલ RTOમાં ચેકિંગ હાથ ઘર્યુ હતું જેમાં સરકારી તિજોરીમાં જમા કરવાની બાંહેધરી આપ્યા બાદ તેણે ટુકડે-ટુકડે રૂ. 94.14 લાખ સરકારી તિજોરીમાં વળતાં જમા કરાવ્યા પણ બાકીના રૂ. 89 લાખ જમા ન કરાવતા તેની સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
1.83 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી
રેકર્ડ તપાસતા માલુમ પડ્યું વર્ષ 2019-20માં 70 લાખ 66 હજાર, 2020-21માં 56 લાખ અને એ સિવાય 50 લાખ મળી 1.83 લાખની ઉચાપત કરાઈ હતી.જે અંગે વસ્ત્રાલ આરટીઓ ના સિનિયર ઓફિસરે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આરોપી પ્રજાપતિ કુલ પાવતીઓની 20થી 25% રકમ પોતે ખીસ્સે કરતો હતો. જ્યારે બાકીની રકમ ટ્રેઝરીમાં જમા કરી કૌભાંડ આચરતો હતો. જે આરટીઓના ઓડિટ દરમિયાન બાબત સામે આવી હતી.બાદમાં આરટીઓ એ 90 લાખ જેટલી રકમ પરત મેળવી છે બાકીની મેળવવાની બાકી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).