Home Exclusive 8 દિવસ બાદ વાયુસેનાને મળ્યો AN-32નો કાટમાળ, 13 લોકો હતા સવાર

8 દિવસ બાદ વાયુસેનાને મળ્યો AN-32નો કાટમાળ, 13 લોકો હતા સવાર

AN-32નો કાટકાળ 16 કિમી ઉત્તરમાં લગભગ 12000 ફુટની ઊંચાઈ પર જોવા મળ્યો

Face of Nation:ભારતીય વાયુસેનાએ મંગળવારે સર્ચ ઓપરેશન દરમિયાન અરુણાચલ પ્રદેશમાં AN-32 એરક્રાફ્ટનો કાટમાળ જોવા મળ્યો છે. વાયુસેનાના હેલિકોપ્ટર MI-17એ ટાટોના ઉત્તરપૂર્વ વિસ્તારમાં અંદાજે 12 હજાર ફૂટની ઉંચાઈ પર તેનો કાટમાળ જોયો છે. 3 જૂને વિમાને આસામના જોરહાટ એરબેઝથી ઉડાન ભરી હતી. તેમાં 13 લોકો હતા. ઉડાન ભર્યાના થોડા સમયમાં જ વિમાનનો ગ્રાઉન્ડથી સંપર્ક ટૂટી ગયો હતો.

ખરાબ હવામાન હોવા છતાં ભારતીય વાયુસેનાનું કેરિયર વિમાન AN-32ની તલાશ માટે અભિયાન ચાલી રહ્યું છે. ગત બુધવારે વાયુસેનાએ આ વિમાનની તલાશ માટે એસયૂ-30 જેટ ફાઈટર પ્લેન, સી 130જે, એમઆઈ 17 અને એએલએચ હેલીકોપ્ટરની મદદ લીધી હતી.

સર્ચ ઓપરેશનમાં એસએઆર ટેક્નોલોજીનો ઉપયોગ: નેવીના પ્રવક્તા કેપ્ટન ડી.કે શર્માએ જણાવ્યું કે, પી-8આઈ એરક્રાફ્ટ ઈલેક્ટ્રો ઓપ્ટિકલ અને ઈન્ફ્રારેડ સેન્સરવાળું છે. આ વિમાનમાં ખૂબ શક્તિશાળી સિન્થેટિક અપર્ચર રડાર (એસએઆર) લગાડવામાં આવ્યા છે. એએન-32ની તપાસ દરમિયાન આ ટેક્નીક ફાયદાકારક સાબીત થઈ શકે છે. પી-8આઈ વિમાન અમેરિકાની બોઈંગ કંપનીએ બનાવ્યા છે. તે લાંબા અંતરવાળા સ્પાઈ એરક્રાફ્ટ છે અને નેવીની પાસે આવા 8 એરક્રાફ્ટ છે.

ત્રણ વર્ષ પહેલા પણ ગુમ થયું હતું AN-32 વિમાનઃ 2016માં ચેન્નાઈથી પોર્ટ બ્લેયર જઈ રહેલું AN-32 વિમાન ગાયબ થયું હતું. જેમાં વાયુસેનાના 12 જવાન , 6 ક્રુ-મેમ્બર , 1 નૌસૈનિક , 1 સેનાનો જવાન અને એક જ પરિવારના 8 સભ્યો હતા. આ વિમાનની શોધખોળ કરવા માટે એક સબમરીન, આઠ વિમાન અને 13 જહાજને કામે લગાડાયા હતા. પરંતુ આટલા પ્રયત્નો છતા ન તો વિમાન મળ્યું ન તેનો કાટમાળ.

1980માં સામેલ થયું હતું AN-32 વિમાન: સોવિયત એરાનું આ એરક્રાફ્ટ 1980માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. તેને સતત અપડેટ કરવામાં આવ્યું હતું. જોકે ગુમ થયેલું પ્લેન AN-32 અપગ્રેડ એરક્રાફ્ટનો હિસ્સો નહતો.