Home News કામ વિના બહાર નીકળનારાઓના વાહન જપ્ત થશે અને વોકિંગ માટે નીકળનારાઓ ઉપર...

કામ વિના બહાર નીકળનારાઓના વાહન જપ્ત થશે અને વોકિંગ માટે નીકળનારાઓ ઉપર ગુનો નોંધાશે

ફેસ ઓફ નેશન, 30-03-2020 : લોકડાઉન દરમ્યાન અનેક બહાના ધરીને લોકો બહાર નીકળી પડતા હોય છે. જો કે કામ વિના બહાના ધરીને ટહેલવા નીકળી પડનારા લોકોના વાહનો જપ્ત કરવાનો રાજ્ય પોલીસ વડાએ આદેશ કર્યો છે સાથે જ જે લોકો વોકિંગના બહાને ચાલવા નીકળી પડે છે તેવા લોકો ઉપર પણ ગુનો નોંધાશે. અમદાવાદના સહજાનંદ કોલેજથી નહેરુનગર તરફ બે વ્યક્તિઓ ચાલતા લટાર મારવા નીકળ્યા હતા, જેઓને ઉભા રાખીને ચેકિંગમાં રહેલી સેટેલાઇટ પોલીસે અટકાવ્યા હતા અને પૂછપરછ કરી લોકડાઉનનો અમલ હોવા છતાં બહાર નીકળ્યા હોવાથી તેમની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, લોકો હજુ પણ લોકડાઉનનું પાલન કરતા નથી. કેટલાક લોકો એક બે ટામેટા લઈને બહાર નીકળે છે. ખોટા બહાના કરનારનું વાહન જપ્ત થશે. કેટલાક નાગરિકો 100 અને 112 નંબર પર મદદ લઈ શકે. કોઇ ક્રિકેટ રમે છે, કોઇ ફરવા નીકળે છે. આવા લોકો સામે કર્યવાહી કરવામાં આવશે. પોલીસકર્મીઓને જણાવવાનું કે પોતાની ફરજ દરમિયાન મગજ શાંત રાખીને અને સંવેદનશીલ બનીને કામ કરે.

વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ

વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ