Face Of Nation:અમદાવાદ ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા)એ 178 બિલ્ડરોની ડિફોલ્ટરોની યાદી જાહેર કરી છે. ક્વાર્ટરી રિપોર્ટ સબમીટ ન કરતાં તેમને ડિફોલ્ટરની યાદીમાં મુકવામાં આવ્યા છે. જાહેર કરવામાં આવેલ યાદીમાં જે બિલ્ડરોના નામ છે તેમણે સમય મર્યાદામાં જરૂરી ડોક્યુમેન્ટ સબમીટ ન કરતાં ડિફોલ્ટરની યાદીમાં મૂકવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, રાજ્યમાં રેરા અંતર્ગત તમામ બિલ્ડરોએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જાણકારોના મતે મિલકત ખરદીતા પહેલાં ગ્રાહકોએ પોતાના બિલ્ડરના રેરા રજીસ્ટ્રેશન વિશે માહિતી મેળવવી અનિવાર્ય છે.રેરા દ્વારા જાહેર કરવામાં આવેલી 178 બિલ્ડરોમાં અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટ, ભાવનગર, આણંદ, ગાંધીનગર, વલસાડ, દહેગામ, અંકલેશ્વર, કામરેજ, લોધિકાના બિલ્ડરો-સાઇટનો સમાવેશ થાય છે. આ સાઇટોમાં રેસિડેન્સિયલ અને કોમર્શિયલ સાઇટનો સમાવેશ થાય છે.નોંધનીય છે કે, રાજ્યમાં રેરા અંતર્ગત તમામ બિલ્ડરોએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જાણકારોના મતે મિલકત ખરદીતા પહેલાં ગ્રાહકોએ પોતાના બિલ્ડરના રેરા રજીસ્ટ્રેશન વિશે માહિતી મેળવવી અનિવાર્ય છે.