Face Of Nation, 07-11-2021: દિવાળીમાં રાહુલ ગાંધીએ પોતાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને એક ગ્રૂપને આમંત્રિત કર્યું હતું. આ ગ્રુપ સાથે વાતચીત દરમિયાન તેમણે કેટલીક મહત્વની વાતચીત કરી હતી.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુવા નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે નવી દિલ્હીમાં પોતાના અધિકૃત નિવાસ સ્થાને તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના એક સ્કૂલના એક ગ્રૂપને દિવાળીના રાત્રિભોજન માટે આમંત્રિત કર્યા હતા.
આ ગ્રુપ સાથે તેમણે વાતચીત પણ કરી હતી. વાતચીત દરમિયાન કોઈએ તેઓને પૂછ્યું હતું કે તેઓ જો વડાપ્રધાન બનશે તો તેઓ સૌથી પહેલા શું કરશે?
રાહુલ ગાંધીએ તમિલનાડુના એક સ્કૂલથી આવેલા મહેમાનો સાથે થયેલી તેમની વાતચીતનો એક વિડીયો ટ્વિટર પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે તે લોકોની મુલાકાતે દિવાળીને વધારે સ્પેશ્યલ બનાવી દીધી.
સંસ્કૃતિઓના સંગમ એ દેશની સૌથી મોટી તાકાત છે કે આપણે તેની સંસ્કૃતિનું રક્ષણ કરીએ.
ટ્વિટર પોસ્ટ પર શેર કરેલા એક મિનિટના વિડીયોમાં તેઓને એક મહેમાને પૂછ્યું હતું કે જો તમે વડાપ્રધાન બનશો તો સૌથી પહેલા શું કરશો?
આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ”હું મહિલાઓને રિઝર્વેશન આપીશ”
Interaction and dinner with friends from St. Joseph’s Matric Hr. Sec. School, Mulagumoodu, Kanyakumari (TN). Their visit made Diwali even more special.
This confluence of cultures is our country’s biggest strength and we must preserve it. pic.twitter.com/eNNJfvkYEH
— Rahul Gandhi (@RahulGandhi) November 6, 2021
રાહુલ ગાંધીને બીજો સવાલ પૂછવામાં આવ્યો હતો કે જો તેઓ પોતાના બાળકને શું સૌથી મહત્વનું શિખવાડશે?
આ સવાલના જવાબમાં રાહુલે કહ્યું હતું કે તેઓ પોતાના બાળકોને નમ્રતા શિખવાડશે કર્ણજ કે વિનમ્રતાથી બુદ્ધિ આવે છે. +
રાહુલે શુક્રવારે વાતચીત દરમિયાન નવી દિલ્હીના પોતાના નિવાસસ્થાને પોતાના મહેમાનો સાથે છોલે ભટુરે ખાધા હતા. આ દરમિયાન તેમણે તે લોકો સાથે વાતચીત પણ કરી હતી. વિડીયોમાં ઉપસ્થીત લોકો પૈકી એક વ્યક્તિએ રાહુલ અને પ્રિયંકા ગાંધી વાડ્રાના ખેડૂત આંદોલનમાં સમર્થન અને પ્રયાસોના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આ આંદોલન વાસ્તવમાં લોકો સાથે તમારી પણ એકતા દર્શાવી રહ્યું હતું.
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)