Home News જુઓ વીડિયો : કિશન ભરવાડ હત્યા કેસ મામલે અર્ધ નગ્ન થઈને કોંગ્રેસીએ...

જુઓ વીડિયો : કિશન ભરવાડ હત્યા કેસ મામલે અર્ધ નગ્ન થઈને કોંગ્રેસીએ કર્યું આ રીતે પ્રદર્શન, PI આવ્યા તો મોં ફેરવી લીધું

https://www.youtube.com/watch?v=rSown3Dxhwo&feature=youtu.be

Face of Nation 03-02-2022 : ધંધુકામાં થયેલા કિશન ભરવાડ હત્યા કેસને રાજકીય રંગ આપવામાં કોઈ છોડવામાં આવી રહી નથી. આજે વડોદરા ખાતે પાંચ થી છ વ્યક્તિઓની ઉપસ્થિતિ વચ્ચે કોંગ્રેસના આગેવાને અર્ધ નગ્ન થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન બાદ પોલીસ સ્ટેશન પહોંચેલા કોંગ્રેસીએ મીડિયા સાથે વાતચીત દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર આવી જતા જ મોં ફેરવીને ચાલતી પકડી હતી. મીડિયા કર્મીઓએ પીઆઇને આવેદન પત્ર આપવાની વાત કરતા જ ના ના કહીને મોં ફેરવીને ચાલતી પકડી હતી. જો કે પીઆઇ પણ ગાડીમાંથી ઉતરીને આ કોંગ્રેસીઓને નજર અંદાજ કરીને સીધા પોલીસ સ્ટેશનમાં જતા રહ્યા હતા.
વડોદરાના માંજલપુર વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા ધંધુકા ખાતે થયેલી કિશન ભરવાડની હત્યા મામલે હત્યારા અને કાવતરાખોરોને એન્કાઉન્ટરની માંગ કરી હતી અને વડોદરા કોંગ્રેસ ઉપપ્રમુખ વિનોદ શાહની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વડોદરા શહેરમાં વિરોધ માંજલપુર વિસ્તારમાં વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ઉપપ્રમુખ વિનોદ શાહે રસ્તા ઉપર આળોટી અનોખો વિરોધ નોંધાવ્યો છે. સ્પંદન સર્કલથી મકરપુરા પોલીસ સ્ટેશન સુધી ઉઘાડા શરીરે આળોટીને તેમણે વિરોધ સાથે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું અને આરોપીઓના એન્કાઉન્ટર કરવાની માંગ કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).