Home News વિદેશમાંથી મળતા ફંડને લઈને સવાલોમાં રહેતા રાજકીય પક્ષોને વિદેશમાંથી મળતા ફંડની જાણકારી...

વિદેશમાંથી મળતા ફંડને લઈને સવાલોમાં રહેતા રાજકીય પક્ષોને વિદેશમાંથી મળતા ફંડની જાણકારી આપવી પડશે

રાજકીય પક્ષોએ હવે વિદેશમાથી મળતા ફંડની જાણકારી આપવી પડશે. આ પહેલા મળેલા ફંડની જાણકારી આપવાની જરૂર નથી. ગત સપ્તાહમાં રજૂ થયેલા બજેટમાંથી આની સાથે જોડાયેલ જોગવાઈ પાસ કરવામાં આવી છે.

Face Of Nation: રાજકીય પક્ષોએ હવે વિદેશમાથી મળતા ફંડની જાણકારી આપવી પડશે. આ પહેલા મળેલા ફંડની જાણકારી આપવાની જરૂર નથી. ગત સપ્તાહમાં રજૂ થયેલા બજેટમાંથી આની સાથે જોડાયેલ જોગવાઈ પાસ કરવામાં આવી છે.

રાજકીય પક્ષો પર નજર રાખનારી સંસ્થા એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રાઈટ્સ ADR દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવેલી રિપોર્ટ્સમાં આ જાણકારી સામે આવી હતી કે પાર્ટીઓને વિદેશમાંથી મળતા ફંડમાં ઘણી ગરબડ હતી. ફંડ આપનારી કંપનીઓના રેકોર્ડ અને દસ્તાવેજ અધુરા હતા. એક વાત એ પણ સામે આવી છે કે ફંડનો મોટાભાગનો હિસ્સો ભાજપને મળ્યો છે. આ રિપોર્ટ વર્ષ 2016-17 અને 2017-18 માં મળેલા ફંડ પર આધારિત હતી. રાજકીય પક્ષોને વિદેશમાંથી મળતા ફંડને લઈને સવાલો ઉઠતા રહ્યા છે. એ જ કારણે સરકારે તેને લઈને પગલા ઉઠાવ્યા છે. હવે નવા નિયમના કારણે પાર્ટીઓએ વિદેશમાંથી મળતા ફંડની જાણકારી આપવી પડશે. આ પહેલા મળેલા વિદેશી ફંડની જાણકારી ક્યારેય સામે નહી આવી શકે.

આ નવી જોગવાઈનું સરકાર અને વિપક્ષી દળના નેતાઓ સ્વાગત કર્યું હતું. કૉંગ્રેસના સાંસદ વિવેક તન્ખાએ કહ્યું હું તેના પક્ષમાં છું, પારદર્શિતા હોવી જોઈએ. ભાજપના સાંસદ રાકેશ સિન્હાએ કહ્યું ચૂંટણી સુધારની દિશામાં યોગ્ય પગલું છે. તેનાથી કોઈપણ પાર્ટીને નુકશાન કે લાભ નહી થાય. ADRની રિપોર્ટ મુજબ, વર્ષ 2016-17 અને 17-18 વચ્ચે કંપનીઓ પાસેથી મળેલા ફંડ મુજબ ભાજપને 1731 કંપનીઓ પાસેથી આશરે 915 કરોડ મળ્યા. જ્યારે કૉંગ્રેસને 151 કંપનીઓ પાસેથી માત્ર 55 કરોડ મળ્યા. એનસીપીને 23 કંપનીઓ પાસેથી 7 કરોડ ફંડ મળ્યું.

ADRની રિપોર્ટ મુજબ વર્ષ 2016થી 2018 વચ્ચે ભાજપ, કૉંગ્રેસ, સીપીએમ સહિત તમામ છ રાષ્ટ્રીય પાર્ટીઓને 1059 કરોડ ફંડ મળ્યું જે એક વખતમાં 20,000 રૂપિયા કરતા વધારે હતું. જેનો 93 ટકા હિસ્સો એટલે આશરે 958 કરોડ કંપનીઓ પાસેથી મળ્યો હતો.રાષ્ટ્રીય પાર્ટીઓને મળેલા ફંડમાં આશરે 22 કરોડ રૂપિયા એવી કંપની પાસેથી મળ્યા જેના વિશે સ્પષ્ટ નહોતું કે તે શું કામ કરી રહી છે. જ્યારે આશરે 120 કરોડ આપનારી 916 કંપનીઓના એડ્રેસનો કોઈ ઉલ્લેખ નહોતો. 76 કંપનીઓ એવી હતી કે જેના PAN ખાતાની જાણકારી નહોતી અને જેણે પાર્ટીઓને 2 કરોડ કરતા વધારે ફંડ આપ્યું હતું.