Home Politics UP, પંજાબ અને બિહાર કરતા ગુજરાતમાં યુવાઓ પર વધુ કેસ, તો બળત્કારમાં...

UP, પંજાબ અને બિહાર કરતા ગુજરાતમાં યુવાઓ પર વધુ કેસ, તો બળત્કારમાં ગુજરાતનો આઠમો નંબર આવે?!

Face Of Nation 16-03-2022 : ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોતરીકાળ દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ગરમા ગરમીનો માહોલ રહ્યો હતો. તો બીજીતરફ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આધારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે નિવેદન કર્યું હતું કે, રાજ્યમા નશાખોરી અને ગુનાખોરીનુ પ્રમાણ વધ્યું છે. ઉત્તર પ્રદેશ પંજાબ અને બિહાર કરતા ગુજરાતમાં યુવાઓ પર કેસ વધુ થયા હોવાનુ રાજ્યસભામાં સરકારે કહ્યું છે. 7253 બાળ ગુનેગારો ગુજરાતમાં પકડાયા છે. ગુજરાતી કોર્ટો દ્વારા જે ક્રિમિનલ કેસ રદ કરાયા છે તે 2600 કરતા વધુ છે, એનો મતલબ કે ખોટા કેસ કર્યા હશે કે ધમકાવવા ડરાવવા પોલીસે કેસ કર્યા હશે. બળાત્કારમા ગુજરાતનો આઠમો નંબર આવે છે. પોલીસ વિભાગની ખાલી જગ્યાઓ કેમ નથી ભરાતી? લોક રક્ષકની 10 હજાર કરતા વધુ જગ્યા ખાલી છે. કોન્સ્ટેબલની 6 હજાર સહિત કુલ 18 હજાર કરતા વધુ પોલીસની જગ્યાઓ ખાલી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).