ફેસ ઓફ નેશન, 15-04-2020 : વિજાપુર તાલુકાની મામલતદાર કચેરીમાં એક યુવકે નાયબ મામલતદારને લાફો ઝીંકી દીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ફૂડ પેકેટના વેચાણ મામલે પાસ રીન્યુ કરવાને લઈને કેટલાક લોકોએ મામલતદાર કચેરીએ હોબાળો કર્યો હતો.
રજીસ્ટરમાં નોંધણી કરવા સારું મામલતદાર અને નાયબ મામલતદારે ફૂડ પેકેટ વિતરણ કરનારાઓ પાસે જે વિસ્તારમાં વિતરણ કરવામાં આવતું હોય તે વિસ્તારોના નામ માંગ્યા હતા. જેને લઈને કેટલાક લોકોએ ઉગ્રતા સાથે બોલાચાલી કરી હતી. જો કે ટોળામાંથી બે વ્યક્તિઓએ આગળ ધસી આવીને ગાળો બોલવા લાગ્યા હતા ત્યારબાદ નાયબ મામલતદારને લાફા ઝીંકી દીધા હતા.
આ ઘટના બાદ મામલતદારે પોલીસ બોલાવતા પોલીસ સ્થળે આવી પહોંચી હતી. નાયબ મામલતદાર ઉપર હુમલો કરનારને ઝડપી લઈ તેની વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
https://youtu.be/mUhkJOQmB7o
કોટ વિસ્તારમાં કર્ફ્યુનો અમલ શરૂ, RAF, BSF સહિતની ટુકડીઓ તૈનાત