Home Sports BCCIનો મહત્વનો નિર્ણય, 2022ની મોટી ટૂર્નામેન્ટ કરાઈ રદ્દ

BCCIનો મહત્વનો નિર્ણય, 2022ની મોટી ટૂર્નામેન્ટ કરાઈ રદ્દ

Face of Nation 31-12-2021: કોરોનાના નવા ખતરાને જોતા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ વિજય મર્ચન્ટ અંડર-16 ટૂર્નામેન્ટ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ ટુર્નામેન્ટ 9 જાન્યુઆરીથી દેહરાદૂનમાં રમાવાની હતી. તમામ ટીમોને ટુર્નામેન્ટની શરૂઆત પહેલા દહેરાદૂન પહોંચી જવા માટે કહેવામાં આવ્યું હતું.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, બીસીસીઆઈના સચિવ જય શાહે ગુરુવારે બોર્ડ સાથે જોડાયેલા તમામ એસોસિએશનોને એક ઈમેલ મોકલીને જણાવ્યું હતું કે ડોમેસ્ટિક ક્રિકેટની શરૂઆત સારી રહી હતી અને અત્યાર સુધીમાં 748 મેચ પૂર્ણ થઈ છે. જો કે, કોરોના વાયરસના નવા કેસોમાં અચાનક ઉછાળાને કારણે જુનિયર ટૂર્નામેન્ટ્સ સ્થગિત કરવાની ફરજ પડી છે. તેમણે કહ્યું કે મોટો નિર્ણય લેતા વિજય મર્ચન્ટ ટ્રોફી 2022 રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સચિવે કહ્યું, ‘અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. જો સુરક્ષાનું નહીં વિચારવામાં આવે તો ભવિષ્યમાં કેસ વધી શકે છે. તેથી, નિષ્ણાતો અને તબીબી ટીમ સાથે સંપૂર્ણ ચર્ચા કર્યા પછી અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી 2022 સ્થગિત કરવામાં આવી છે. આનું મુખ્ય કારણ એ છે કે સ્પર્ધક ખેલાડીઓને રસી આપવામાં આવી નથી અને તેઓને સંક્રમણ લાગવાનું વધુ જોખમ હોઈ શકે છે. અમે અમારા પ્રતિભાશાળી અને યુવા ક્રિકેટરોના સ્વાસ્થ્યને જોખમમાં ન નાખી શકીએ. જેના કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).