Home News AMCએ નિયમોનું પાલન નહીં કરનારા દુકાનદારો પાસેથી કુલ 7 લાખથી વધુ દંડ...

AMCએ નિયમોનું પાલન નહીં કરનારા દુકાનદારો પાસેથી કુલ 7 લાખથી વધુ દંડ વસુલ્યો

ફેસ ઓફ નેશન, 02-05-2020 : લોકડાઉનમાં ત્રીજી મે પછી બે અઠવાડિયા લંબાવવામાં આવ્યું છે જેને લઈને 17 તારીખ સુધી લોકડાઉન લંબાશે. તેવામાં આજે અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, લોકડાઉનનો જ્યાં સંપૂર્ણ પાલન થયું ત્યાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ જ્યાં જ્યાં લોકડાઉનનું પાલન નથી થયું ત્યાં કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આગામી લોકડાઉનનો કડક અમલ કરવામાં આવશે તો કેસોમાં ચોક્કસ ઘટાડો થશે.
14 દિવસના લોકડાઉનનો તમામ નાગરિકો એક સાથે પાલન કરશે તો કોરોનાના કેસો ઉપર કાબુ મેળવવામાં સફળતા મળશે. ગઈકાલથી આજ સવાર સુધી 7 લાખથી વધુનો દંડ કરવામાં આવ્યો છે. આ દંડ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોનું પાલન ન કરનારા દુકાનદારોને કરવામાં આવ્યો છે.  (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે

પ્રથમવાર એવો સમય છે કે પ્રજા કર્ફ્યુ માંગે છે અને સત્તા સહમત નથી થતી

અમદાવાદ: કોટ વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના કેસો અને પશ્ચિમમાં સૌથી વધુ પોલીસ કેસો