Face Of Nation 18-03-2022 : સમગ્ર રાજકોટમાં હાલ ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે રાજકોટ શહેર કાર્યાલય ખાતે ‘હોલી કે રંગ, ભાજપા કે સંગ’ ધુળેટી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી નજીક આવતા નરેશ પટેલ અંગે નિવેદન આપતા મીડિયાને જણાવ્યું હતું કે, નરેશ પટેલ ભાજપ સાથે રહેશે અને નરેન્દ્રભાઈ મોદી તથા અમિત શાહના નેતૃત્વમાં આગળ વધશે.
વિજયોત્સવ સાથે ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છીએ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આજે ધુળેટી એટલો રંગોનો તહેવાર છે. ભાજપનું પણ 4 રાજ્યોમાં કમળ ખીલતા સમગ્ર દેશમાં ભાજપ દ્વારા બેવડી ખુશીને લઇ વિજયોત્સવ સાથે ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છીએ. ડીજેના નાદ સાથે રંગોથી એકબીજાને કલર લગાવી અભિનંદન સાથે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છીએ અને સમગ્ર વાતાવરણ અબીલ ગુલાલના રંગોથી છવાઈ જવા પામ્યું છે.
તિલક હોળીની ઉજવણી કરવામાં આવી
આજે રાજકોટ શહેર કાર્યાલય ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને લાખા સાગઠીયા, શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહીત આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા. જ્યાં ડી.જે અને બેન્ડની કર્ણપ્રિય સુરાવલીની રમઝટ અને ’કરાઓકે’ દ્વારા શહેરના ખ્યાતનામ ગાયકો સંગીતના સૂરોના સથવારે અને રાજસ્થાની નૃત્યની જમાવટ સાથે શહેર ભાજપ દ્વારા તિલક હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).