Home Uncategorized લોકોનું જાણી જતા ભુવાજી પોતાનું ન જાણી શક્યા ! : આપમાંથી રાજીનામુ...

લોકોનું જાણી જતા ભુવાજી પોતાનું ન જાણી શક્યા ! : આપમાંથી રાજીનામુ આપનાર વિજય સુંવાળા હવે ભાજપમાં ડાકલા વગાડશે

Face of Nation 17-01-2022 : ભારતમાં જ્યોતિષીઓ, ભૂવાઓ અને તાંત્રિકોનું મહત્વ છે. અહીં અનેક લોકો પોતાની આસ્થા સાથે શીશ ઝુકાવે છે અને જ્યોતિષ. ભૂવાઓ કે તાંત્રિકો શીશ ઝુકાવનારની કરમ કુંડળી કહી દે છે. જો કે, મજાની વાત તો એ છે કે, મોટા ભાગના આ તમામ જ્યોતિષીઓ, ભૂવાઓ કે તાંત્રિકો તેમનું પોતાનું જ ભાવિ કે પોતાની આવતીકાલ વિષે જાણતા હોતા નથી. આવી જ એક વાત કરવી છે, ઉત્તર ગુજરાતના ગાયક કલાકાર અને ભુવાજી તરીકે ઓળખાતા વિજય સુવાળાની. વિજય સુંવાળા ભુવાજી હોવા છતાં જયારે આપમાં જોડાયા ત્યારે તેઓ પોતાનું ભાવિ ન જોઈ શક્યા કે તેઓને એક દિવસ ભાજપમાં જોડાવવું પડશે. ખેર ! હવે આમ આદમી પાર્ટીથી રાજકીય નેતા બનેલા ભુવાજી વિજય સુંવાળા હવે ભાજપમાં ડાકલા વગાડશે.
જાણીતા ગુજરાતી લોક ગાયક વિજય સુવાળાનો આમ આદમી પાર્ટી સાથેનો મોહ ભંગ થઈ ગયો છે. ‘આપ’માં જોડાયાના સાત મહિનામાં જ સુવાળા રાજીનામુ આપી આજે ભાજપમાં જોડાયા છે. 22 જૂન, 2021ના રોજ આપની ટોપી પહેરનારા વિજય સુવાળાએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ સમયે ભાજપ માટે કોરોના કરતા ભુવાજી જોડાય તે ઉત્સવમાં વધારે રસ હતો. કોરોનાની ત્રીજી લહેરના સંકટ વચ્ચે સરકાર દ્વારા અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. જેમાં ધાર્મિક, સામાજિક કે રાજકીય કાર્યક્રમમાં 150 લોકોની જ પરવાનગી આપવામાં આવી છે. પરંતુ આજે ભાજપના કાર્યાલય કમલમ ખાતે આપને અલવિદા કર્યાના ગણતરીના કલાકમાં લોકગાયક અને નેતા વિજય સુવાળા ભાજપમાં જોડાવવા આવ્યા હતા. ભાજપમાં જોડાવવાના કાર્યક્રમમાં 200થી વધુ કાર્યકરો અને આગેવાનોની એક જ હોલમાં હાજરી જોવા મળી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).