Home Uncategorized પુતિન મોટો ખેલ પાડવાની ફિરાકમાં : રશિયા રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને હટાવવાની તૈયારી કરી...

પુતિન મોટો ખેલ પાડવાની ફિરાકમાં : રશિયા રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને હટાવવાની તૈયારી કરી રહ્યું છે

Face Of Nation 02-03-2022 : રશિયા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને હટાવવાની તૈયારી કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ પુતિન ઈચ્છે છે કે તેમના નજીકના મિત્ર વિક્ટર યાનુકોવિચ યુક્રેનના રાષ્ટ્રપતિ બને. કહેવામાં આવી રહ્યું છે કે, વિક્ટર યાનુકોવિચ બેલારુસમાં હાજર છે.
પુતિન યુક્રેન મુદ્દે એક મોટો ખેલ પાડવાની ફિરાકમાં
અત્રે ઉલ્લેખનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના સખત વિરોધી માનવામાં આવે છે. આ સાથે પુતિન યુક્રેન મુદ્દે એક મોટો ખેલ પાડવાની ફિરાકમાં છે. તે વિક્ટર યાનુકોવિચને યુક્રેનના રાષ્ટ્રપતિ બનાવવા ઈચ્છે છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારનો દાવો યુક્રેનના મીડિયામાં પણ કરવામાં આવ્યો છે કે રશિયા રાષ્ટ્રપતિ યાનુકોવિચને યુક્રેનની સત્તા સોંપવા માગે છે.
વિક્ટર યાનુકોવિચ કોણ છે?
યુક્રેનના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ યાનુકોવિચ વર્તમાન સમયમાં બેલારુસના મિન્સ્કમાં છે, અને ક્રેમલિન વર્તમાન સમયમાં એક ખાસ અભિયાન હેઠલ તૈયારી કરી રહ્યું છે. યુક્રેનના મીડિયા પ્રમાણે ક્રેમલિન તેને યુક્રેનના રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરવાનો પ્રયત્ન કરશે. મળતી માહિતી પ્રમાણે ક્રેમલિન ભૂતપુર્વ રાષ્ટ્રપતિ યાનુકોવિચને યુક્રેન પરત લાવવાની તૈયારી કરી રહ્યું છે અને આ સાથે એવું માનવામાં આવે છે કે કીવ પર કબજો કર્યાં બાદ વિક્ટરને યુક્રેનના હવે પછીના રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરવામાં આવી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).