Home News પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ફરી વિવાદમાં, નશામાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો

પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ફરી વિવાદમાં, નશામાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો

Face Of Nation 27-02-2022 : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ આક્રમક બેટ્સમેન વિનોદ કાંબલી પોતાની ગતિવિધિઓને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. પોતાના વર્તનને કારણે ચર્ચામાં રહેલો કાંબલી ફરી એકવાર સમાચારમાં આવ્યો છે અને આ વખતે તેનું કારણ સારું નથી. પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો કાંબલી હવે તેના આક્રમક વર્તનને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. મુંબઈ પોલીસે ભારતીય ટીમના આ પૂર્વ બેટ્સમેનને નશાની હાલતમાં કાર સાથે ટક્કર મારવાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસે કાંબલીની મેડિકલ તપાસ કરાવી હતી, ત્યારબાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.
સોસાયટીના ગાર્ડ સાથે તેની ઉગ્ર બોલાચાલી
મળતી માહિતી મુજબ, રવિવાર 27 ફેબ્રુઆરીએ બપોરે કાંબલીની બાંદ્રા સ્થિત તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. કાંબલી પર આરોપ છે કે તેણે દારૂના નશામાં બાંદ્રામાં તેની રહેણાંક સોસાયટીના ગેટ પર વાહનને ટક્કર મારી હતી. આ પછી ત્યાં હાજર સોસાયટીના ગાર્ડ સાથે તેની ઉગ્ર બોલાચાલી થઈ, જેના કારણે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી અને પછી તેની ધરપકડ કરવામાં આવી.
જામીન પર મુક્ત
પોલીસને ટાંકીને કહ્યું કે, ધરપકડ બાદ કાંબલીની મેડિકલ ટેસ્ટ કરવામાં આવી અને પછી તેને જામીન પર છોડવામાં આવ્યો. મુંબઈ પોલીસે કહ્યું, “વિનોદ કાંબલીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તેની મેડિકલ તપાસ ભાભા હોસ્પિટલમાં કરવામાં આવી છે અને તેના બ્લડ સેમ્પલ પણ સીએ માટે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).