Face Of Nation 03-06-2022 : ઉત્તર પ્રદેશના કાનપુર બેકનગંજ વિસ્તારમાં જુમ્માની નમાજ બાદ તોફાન થયા છે. બજાર બંધ કરવાની જાહેરાતમાં બે સમુદાય વચ્ચે ભારે પથ્થરમારો થયો છે. હિંસાને અટકાવવા માટે સ્થળ પર પહોંચેલા પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ ઉપર પણ પથ્થરમારો કર્યો છે. આ ઘટના બની તે વિસ્તારમાં બન્ને કોમની મિશ્ર વસ્તી છે. તો બીજીતરફ અહીં 50 કિમી અંતરે રાષ્ટ્રપતિ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગવર્નર આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. તોફાની તત્વો ઉપર નિયંત્રણ મેળવવા 12 પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા. આ ઘટનામાં 18 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
શુક્રવારે બજાર બંધ કરાવવામાં આવ્યા હતા
મુસ્લિમ નેતા હયાત જફર હાશ્મી દ્વારા બજારો બંધ કરવા આપેલા આહવાનને લીધે આ હિંસક સ્થિતિની શરૂઆત થઈ હતી. ભાજપ પ્રવક્તા નૂપુર શર્માએ ટીવી ડિબેટ સમયે પૈગમ્બર મોહમ્મદ સાહેબ અંગે કરવામાં આવેલી ટિપ્પણીથી મુસ્લિમ સમાજ નારાજ હતો. શુક્રવારે બજાર બંધ કરાવવામાં આવ્યા હતા. જુમ્માની નમાજ સમયે મોટાભાગની મસ્જિદોમાંથી એલાન કરવામાં આવ્યું હતું કે મોહમ્મદ સાહેબ અંગે કરવામાં આવેલી ટિપ્પણીને સહન કરવામાં આવશે નહીં. પોલીસે કોઈ પણ વિસ્તારમાં લોકોને નમાજ બાદ એકત્રિત થવા મંજૂરી આપી ન હતી. પણ લોકો મોટી સંખ્યામાં માર્ગો પર નિકળી આવ્યા હતા. ત્યારબાદ ભારે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 7 લોકોને ઈજા પહોંચી છે.
મુખ્યમંત્રી યોગીએ કહ્યું-કડક કાર્યવાહી થશે
કાનપુર હિંસા અંગે મુખ્યમંત્રી યોગીએ કહ્યું છે કે, તોફાની તત્વો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને માફ કરવામાં આવશે નહીં. CCTV મારફતે આવા તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે. આ સાથે અહીં યોજાયેલા જૂલુસમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. બપોરે 3 વાગે બન્ને સમુદાયના લોકો એકબીજાની સામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી
પોલીસે લોકોને નિયંત્રિત કરવા માટે ટીયર-ગેસ છોડ્યો હતો અને લાઠીચાર્જ પણ કર્યો હતો. લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા. તેમ છતાં પથ્થરમારો થતો રહ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે. આ ઉપરાંત કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. કાનપુરમાં અત્યારે તણાવભરી સ્થિતિ પ્રવર્તિ રહી છે. સ્થિતિને જોતા વધુ સુરક્ષા કર્મીઓ મોકલવામાં આવ્યા છે. બજરંગ દળના નેતા પ્રકાશ શર્મા અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. તેમણે પોલીસે તણાવવાળા વિસ્તારોમાં અટકાવ્યા છે. DM નેહા શર્મા પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
CCTV મારફતે ઉપદ્રવીઓની ઓળખ થઈ રહી છે
પોલીસ સંપૂર્ણ મજબૂતી સાથે કાર્ય હાથ ધર્યું છે અને ઉપદ્રવ ફેલાવનાર લોકોની ઓળખ કરવાનું શરૂ કરી દીધુ છે. CCTVની મદદથી પથ્થરમારો કરનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News ઉત્તરપ્રદેશમાં જુમ્માની નમાજ બાદ હિંસા; 50 કિમી દૂર રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ અને...