Home Politics વિપક્ષ પર મોદીએ ચલાવ્યા કટુવચન,કહ્યું- ઉંચાઈ તમને મુબારક,એટલા ઉપર ચાલ્યા ગયા કે...

વિપક્ષ પર મોદીએ ચલાવ્યા કટુવચન,કહ્યું- ઉંચાઈ તમને મુબારક,એટલા ઉપર ચાલ્યા ગયા કે જમીન પર રહેનારા તૃચ્છ લાગે છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 20 જૂને સંસદના સંયુક્ત સત્રને સંબોધ્યું હતું.

Face Of Nation:નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો લોકસભામાં આજે જવાબ આપી રહ્યાં છે. 17 જૂને શરૂ થયેલા આ સત્રમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને 20 જૂને સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યુ હતું. 5 જૂલાઈએ બજેટ રજૂ કરાશે.

મોદીએ કહ્યું , રાષ્ટ્રપતિજીએ પોતાના ભાષણમાં એ જણાવ્યું કે, આપણે ભારતને ક્યાં અને કેવી રીતે લઈ જવા ઈચ્છીએ છીએ. ભારતના સામાન્ય લોકોની આશા-આકાંક્ષાઓની પૂર્તિ માટે પ્રાથમિકતા શું હોવી જોઈએ, તેનો એક ખ્યાલ કરવાનો પ્રયાસ કર્યો. રાષ્ટ્રપતિજીનું ભાષણ સામાન્ય માણસની આશાઓનું પ્રતિનિધિત્વ છે. આ ભાષણ દેશના દરેક લોકોનો આભાર પણ છે. સૌની સાથે હળી મળીને આગળ વધવું સમયની માગ છે અને દેશની અપેક્ષા છે. આજના વૈશ્વિક વાતારણમાં આ તક ભારતે ગુમાવવી ન જોઈએ.

આ ચર્ચા દરમિયાન ચૂંટણી ભાષણોની અસર જોવા મળી

મોદીએ કહ્યું, આ ચર્ચામાં સાંસદોએ ભાગ લીધો હતો, જે પહેલી વખત આવ્યા છે. તેમને યોગ્ય રીતે પોતાની વાત મુકવાનો પ્રયાસ કર્યો, ચર્ચાને સાર્થક બનાવવાનો પ્રયાસ કર્યો. જે અનુભવી છે, તેમને પણ પોત પોતાની રીતે ચર્ચાને આગળ ધપાવી છે.
એ વાત સાચી છે કે અમે મનુષ્ય છીએ. જે મન પર છાપ રહે છે, તેને કાઢવી કઠિન હોય છે. તેના કારણે પણ ચૂંટણી ભાષણોમાં થોડી અસર જોવા મળે છે. તે જ વાતો અહીં સાંભળવા મળે છે.
તમે આ પદ પર નવા છો અને જ્યારે તમે નવા હોય ત્યારે તમને લોકો શરૂઆતમાં જ મુશ્કેલીમાં મુકી દે છે.
દરેક પરિસ્થિતીઓ છતા તમે ઘણી સારી રીતે તમામ વસ્તુઓને સંભાળી છે, તેના માટે તમને ખુબ ખુબ આભાર. ગૃહને પણ નવા સ્પીકરને સહયોગ આપવા માટે આભાર વ્યક્ત કરુ છું.
ઘણા દાયકાઓ બાદ દેશે મજબૂત જનાદેશ આપ્યો- મોદી

વડાપ્રધાને કહ્યું કે, ઘણા દાયકાઓ બાદ દેશે એક મજબૂત જનાદેશ આપ્યો છે. એક સરકારને ફરી શક્તિશાળી બનાવી સત્તામાં લાવ્યા છે. ભારતનું લોકતંત્ર દરેક ભારતીય માટે ગૌરવ કરવાનો વિષય છે. અમારો મતદાતા એટલો જાગૃત છે કે તેને પોતાના કરતા પહેલા દેશનો વિચાર આવે છે. તે પોતાના કરતા પહેલા દેશ માટે નિર્ણય કરે છે. જે ચૂંટણીમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.
મને એ વાતનો સંતોષ છેકે 2014માં જ્યારે અમે સંપૂર્ણ રીતે નવા હતા, ત્યારે દેશ માટે પણ સાવ નવા હતા. પરંતુ તે સ્થિતીમાંથી બહાર આવવા માટે દેશે એક પ્રયોગ તરીકે ચલો ભાઈઓ જે પણ છે, આનાથી તો બચીશું, ત્યારબાદ અમને તક મળી, પરંતુ 2019નો જનાદેશ કસોટી પર ખરા ઉતર્યા, દરેક ત્રાજવે તોલાયા બાદ , પળે પળે જનતાએ બારીકાઈથી ચકાસ્યા ત્યારબાદ અમને ફરી સત્તમાં લાવ્યા.
આ લોકતંત્રની બહુ મોટી તાકાત છે કે ભલે જીતવાવાળો હોય કે હારવા વાળો મેદાનમાં હતો કે મેદાનની બહાર. સરકારના 5 વર્ષના કઠોર પરિશ્રમ, સમપર્ણ, જનતા માટે નીતિઓને લાગુ કરવાનો સફળ પ્રયાસ જે હતો. તેને લોકોએ પોતાનું સમર્થન આપ્યું અને અમને ફરીથી સત્તામાં આવવાની તક આપી.