Home World અફઘાનિસ્તાનના એરપોર્ટના ડરામણા દ્રશ્યો, ડરેલા લોકો ઘેટા-બકરાની જેમ પ્લેનમાં ચઢવા મજબૂર –...

અફઘાનિસ્તાનના એરપોર્ટના ડરામણા દ્રશ્યો, ડરેલા લોકો ઘેટા-બકરાની જેમ પ્લેનમાં ચઢવા મજબૂર – Video

Face Of Nation, 16-08-2021:  અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગઈકાલે તાલિબાનના હથિયારધારી આતંકીઓ ઘુસી આવ્યા હતા. એક દેશ જે છેલ્લા 40 વર્ષથી યુદ્ધની સ્થિતિમાં છે તેની રાજધાનીમાં 21મી સદીમાં મહાસત્તાઓના મૌન વચ્ચે આતંકનો ખેલ ખેલાઈ ગયો. બંદૂક અને તલવારના જોરે સત્તા હસ્તાંતરણ કરાયું. ત્યારબાદ શહેરમાં ડરનો માહોલ છે. અફઘાનિસ્તાનના કાબુલના એરપોર્ટનો વીડિયો વાયરલ થયો છે. લોકો પ્લેનમાં બેસવા માટે ઘેટા બકરાની જેમ ટોળે વળી રહ્યા છે. તાલિબાનના ડરનો માહોલ છે.

કબજો કરી લીધા બાદ લોકોએ રાષ્ટ્રપ્રમુખ અશરફ ગની પર ગુસ્સો ઠાલવી રહ્યા છે. આ ગુસ્સાની ઝલક ત્યારે જોવા મળી જ્યારે ભારતમાં અફઘાનિસ્તાન દૂતાવાસના ટ્ટિટર હેન્ડલને કથિત રીતે હેક કરીને ગનીની નિંદા કરવામાં આવી. જોકે, બાદમાં આ ટ્વીટ હટાવી દેવામાં આવ્યું હતું. ભારતમાં અફઘાન દૂતાવાસ ના ટ્વિટર હેન્ડલ પર લખવામાં આવ્યું હતું કે, “અમારું મસ્તક શરમથી ઝૂકી ગયું છે. અશરફ ગની પોતાના ચમચા સાથે ફરાર થઈ ગયા છે.

https://twitter.com/NicolaCareem/status/1427122975971561475

અફઘાનિસ્તાન છોડી તજાકિસ્તાન પહોંચેલા અશરફ ગનીએ સોશિયલ મીડિયા (Social Media) પર નિવેદન જાહેર કર્યું છે. ગનીએ લખ્યું કે લોહિયાળ જંગને રોકવા માટે તેમને આ માર્ગ સૌથી યોગ્ય લાગ્યો. ગનીએ કહ્યું કે, આ તેમના માટે કઠિન પસંદગી હતી. અશરફ ગનીએ લખ્યું, ‘આજે મારી સામે એક કઠિન પસંદગી કરવાની આવી, મારે સશસ્ત્ર તાલિબાનનો સામન કરવો જોઈએ જો રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કરવા માંગતા હતા કે પ્રિય દેશ (અફઘાનિસ્તાન)ને છોડવો જોઈએ જેની મેં છેલ્લા 20 વર્ષોની રક્ષા માટે મારું જીવન સમર્પિત કરી દીધું.’

દરમિયાન આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદની અફઘાનિસ્તાન મુદ્દે એક બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં અફઘાનિસ્તાનમાં કેવી રીતે શાંતિ સ્થાપી શકાય તેના પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ભારત પણ જોડાવાનું છે. આ બેઠક પહેલાં જ તાલિબાનના પ્રવક્તાએ એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં ખાનગી ચેનલ જણાવ્યું છે કે ભારતનું તાલિબાન પ્રત્યે વલણ બદલાય એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ.

દરમિયાન અફઘાનિસ્તાન એરપોર્ટની સુરક્ષા હજુ પણ વિદેશી આર્મી કરી રહી છે. જોકે, નાગરિકો પોતાની ઘરવખરી લીધા વગર પલાયન કરી રહ્યા છે. ચોમેર ડરનો માહોલ છે. તાલિબાનના સાશનમાં અફઘાનિસ્તાન ફરી અંધકારમાં ધકેલાય તેવી વકી છે. સત્તાના હસ્તાંતરણ પહેલાં જ બ્રિટને જણાવ્યું છે કે તે અફઘાનિસ્તાનની નવી સત્તાને સત્તાવાર સમર્થન નહીં આપે તેને દેશ તરીકેને માન્યતા નહીં મળે.

Twitter

Nicola Careem

This is, perhaps, one of the saddest images I’ve seen from #Afghanistan. A people who are desperate and abandoned. No aid agencies, no UN, no government. Nothing.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)