Home News ‘કિંગ’ કોહલી 100 ટેસ્ટ મેચ રમનાર 12મો ભારતીય ખેલાડી બનશે

‘કિંગ’ કોહલી 100 ટેસ્ટ મેચ રમનાર 12મો ભારતીય ખેલાડી બનશે

Face Of Nation 02-03-2022 :ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ શુક્રવાર, 4 માર્ચથી મોહાલીમાં રમાશે. આ સાથે વિરાટ કોહલી 100 ટેસ્ટ મેચ રમનાર 12મો ભારતીય ખેલાડી બની જશે. એટલું જ નહીં તે વિશ્વનો 71મો ખેલાડી હશે, જે આ સિદ્ધિ સુધી પહોંચશે. આવી સ્થિતિમાં 100 ટેસ્ટ રમનાર 71મો ખેલાડી બનવાની સાથે કોહલી પોતાની 71મી સદીની રાહ પણ ખતમ કરવા માંગશે અને આ ટેસ્ટને યાદગાર બનાવવા માંગશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ઝૂકવા મજબૂર
ભારતીય ક્રિકેટ ટીમ અને વિરાટ કોહલીના ચાહકોના દબાણે આખરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ઝૂકવા મજબૂર કરી દીધું છે. ભારતીય ક્રિકેટ બોર્ડે મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ માટે 50 ટકા ક્ષમતામાં દર્શકોને મંજૂરી આપી છે, જે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ પણ છે. અગાઉ, બોર્ડે આ ટેસ્ટ મેચ માટે દર્શકોને મંજૂરી આપી ન હતી, જેના માટે કોરોનાનો ચેપ અને પંજાબ ચૂંટણી માટે મતોની ગણતરીને કારણ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. આ પહેલા, દર્શકોને ધર્મશાળામાં રમાયેલી બંને T20 અને પછી બેંગ્લોરમાં યોજાનારી બીજી ટેસ્ટ માટે આવવાની મંજૂરી આપવામાં આવી હતી.
દર્શકોને પ્રવેશ માટે સંમત થયા
બોર્ડના સચિવ જય શાહને ટાંકીને કહ્યું કે, આ કિસ્સામાં પંજાબ ક્રિકેટ એસોસિએશન, દર્શકોને પ્રવેશ માટે સંમત થયા છે. શાહે કહ્યું, ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીના પંજાબ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી પ્રથમ ટેસ્ટ બંધ દરવાજા પાછળ નહીં રમાય. રાજ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા દર્શકોને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે વર્તમાન સંજોગોમાં ઘણા પાસાઓ પર નિર્ભર છે. મેં PCA અધિકારીઓ સાથે વાત કરી છે અને તેઓએ પુષ્ટિ કરી છે કે પ્રશંસકો તેની 100મી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની ઐતિહાસિક સિદ્ધિના સાક્ષી બની શકશે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).