Home Sports “નવરો બેઠો નખ્ખોદ વાળે”; ‘છોડ ને યાર..આ બુમરાહ-વુમરાહ શું કરશે’ 2014માં કોહલીએ...

“નવરો બેઠો નખ્ખોદ વાળે”; ‘છોડ ને યાર..આ બુમરાહ-વુમરાહ શું કરશે’ 2014માં કોહલીએ કહ્યું હતું : પાર્થિવ પટેલ

Face Of Nation 28-03-2022 : ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલે વિરાટ કોહલી અંગે ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સના આધારે તેણે ક્રિકબઝ પર કહ્યું કે જ્યારે RCBમાં મેં વિરાટને યોર્કર કિંગ બુમરાહને લેવાની સલાહ આપી હતી ત્યારે તેણે કહ્યું કે આ બુમરાહ-બુમરાહ કોણ છે? જવા દે ન લેવાય. અત્યારે આ ચર્ચાને વેગ મળતા સોશિયલ મીડિયામાં પણ મુદ્દો ગરમાયો છે.
પાર્થિવે કોહલીને બુમરાહને લેવા ટકોર કરી
મીડિયા રિપોર્ટ્સના આધારે પાર્થિવ પટેલે ક્રિકબઝ સાથેની વાતચીતમાં કહ્યું કે મેં 2013-14માં વિરાટ કોહલીને એક ખેલાડીને ટીમમાં પસંદ કરવાની સલાહ આપી હતી. મેં તેને કહ્યું કે ડોમેસ્ટિક ક્રિકેટમાં બુમરાહ શાનદાર બોલર છે અને આવા બોલરને આપણે ખરીદવો જોઈએ. ત્યારે વિરાટે મને જવાબ આપ્યો કે છોડ ને યાર, બુમરાહ-વુમરાહ જેવા તો ઘણા છે. આ બોલર કંઈ કરી શકશે નહીં.
પાર્થિવ બુમરાહનો કેપ્ટન હતો
ગુજરાતની ડોમેસ્ટિક ટીમમાં પાર્થિવ પટેલ જસપ્રીત બુમરાહનો કેપ્ટન હતો. આ દરમિયાન તેણે ભવિષ્યના સ્ટાર બોલરનું ટેલેન્ટ પારખી લીધું હતું. વળી બુમરાહને બોલિંગ એક્શન તથા યોર્કર નાખવાની ક્ષમતાએ તેને બધાથી અલગ બોલર તારવી દીધો હતો. જોકે વિરાટે સ્પષ્ટપણે બુમરાહને લેવાની ના પાડી દીધી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).