Face Of Nation 16-07-2022 : વિરાટ કોહલીનું નામ એટલે સફળતાનો સમાનાર્થી શબ્દ પણ એક સમયે ગણવામાં આવતો હતો. પરંતુ હવે છેલ્લા ઘણા વર્ષોથી આનો અર્થ આરામ લેવા/કરવાનો કિંગ થઈ ગયો હોય એમ લાગી રહ્યું છે. તાજેતરના તથા છેલ્લા વર્ષોના આંકડા પર નજર કરીએ તો વિરાટ કોહલીએ મોટાભાગની સિરીઝમાં આરામ લીધો અથવા બ્રેક લીધો છે. ફોર્મમાં પરત ફરવા માટે કોહલી અવાર-નવાર બ્રેક લઈ લેતા હોય છે જેના કારણે તેના આંતરરાષ્ટ્રીય મેચ રમવાના આંકડા પણ ખરાબ થઈ ગયા છે.
ભારતની 23% મેચમાં કોહલી ગેરહાજર/ આરામ લીધો
વિરાટ કોહલી 2015માં ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો છે. 2017થી તે વ્હાઈટ બોલ ક્રિકેટમાં પણ કેપ્ટન બની ગયો હતો. તેના માટે અમે અહીં 2015થી વિરાટે કેટલો આરામ લીધો એની માહિતી મેળવી છે. પહેલી જુલાઈ 2015થી ભારતીય ટીમે 311 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાંથી 73 મેચમાં વિરાટ રમ્યો જ નથી. એટલે કે 23%થી વધુ મેચમાં વિરાટ કોહલી ગેરહાજર રહ્યો છે. મોટાભાગની મેચમાં વિરાટે સામેથી આરામ લેવાની વાત કરીને રમી નથી.
વિરાટ આરામ કરે ત્યારે ભારતનો વિનિંગ રેટ વધુ
હવે આ આંકડાઓ પર વધારે નજર ફેરવીએ તો વિરાટ કોહલી જ્યારે જ્યારે ટીમ ઈન્ડિયાથી આરામ લઈને બહાર થઈ જાય છે ત્યારે ટીમ પર વિપરિત અસર નહીં પરંતુ સારી અસર થાય છે. આંકડાઓના અભ્યાસ પછી જણાવીએ તો વિરાટ જે મેચ નથી રમતો એ મેચમાં ભારતનો વિનિંગ રેટ 17% સુધી વધી જાય છે.
વિરાટ કોહલીએ સામેથી આરામ માગ્યો
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વનડે સિરીઝ પછી ઈન્ડિયન ટીમ વેસ્ટ ઈન્ડિઝ જવાની છે. આના માટે બંને ટીમોની જાહેરાત થઈ ગઈ છે, જેમાંથી આ સમગ્ર ટૂરમાં વિરાટે આરામ લેવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે T20 સિરીઝ માટે ટીમ મેનેજમેન્ટ ફુલ સ્ટ્રેન્થ ઈન્ડિયન ક્રિકેટ ટીમને મેદાનમાં ઉતારવા માગતી હતી, પરંતુ વિરાટ કોહલીએ આ યોજના પર પાણી ફેરવી દીધું. તેણે આ સિરીઝમાંથી આરામ લેવાની વાત કરી અને ચોંકાવનારી વસ્તુ તો એ રહી કે તેને આરામ આપી પણ દેવાયો છે.
ક્યાં સુધી આરામ-આરામ કરશે કોહલી!
આ સમાચાર મળ્યા પછી સવાલ એ સામે આવી રહ્યો છે કે ક્યાં સુધી વિરાટ કોહલી આરામ-આરામ કરતો રહેશે. ઈન્ડિયન ટીમમાં તેના ખરાબ પ્રદર્શનના કારણે ઘણી મેચમાં ટોપ ઓર્ડર ફેલ થાય છે. વળી ભારતીય ટીમને રન ચેઝમાં જ્યારે વિરાટની મદદની જરૂર હોય ત્યારે પણ તે સારી શરૂઆત મળ્યા પછી પેવેલિયન ભેગો થઈ જાય છે. તો શું આરામ કરવાથી ફોર્મમાં પરત ફરી શકાય? (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).