Face Of Nation 21-04-2022 : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતં કે જો વિરાટ કોહલી આગામી છ-સાત વર્ષ દેશ માટે રમવા માગતો હોય તો તેણે આરામ કરવો જોઈએ. શાસ્ત્રીના કહેવા પ્રમાણે, વિરાટ કોહલીએ માનસિક થાક દૂર કરવા માટે થોડો સમય ક્રિકેટમાંથી બ્રેક લેવો જોઈએ અને પછી મેદાનમાં પરત ફરવું જોઈએ. કોહલી લાંબા સમયથી કોઈપણ મેચમાં મોટી ઈનિંગ રમી શક્યો નથી. આની અસર ભારતના પ્રદર્શન પર પણ પડી છે અને 2021 T20 વર્લ્ડ કપ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ODI અને T20 સિરીઝ પણ હારી ગઈ છે.
છેલ્લી 100 ઇનિંગ્સમાં તેણે એકપણ સદી નથી ફટકારી
શાસ્ત્રીના મતે કોહલી માનસિક રીતે થાકી ગયો છે, તેથી જ તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. આઈપીએલની વર્તમાન સીઝનમાં વિરાટ સાત ઇનિંગ્સમાં માત્ર બે વખત 40થી વધુ રન બનાવી શક્યો છે. જો તમામ ફોર્મેટને એકસાથે લેવામાં આવે તો છેલ્લી 100 ઇનિંગ્સમાં તેણે એકપણ સદી નથી ફટકારી. આ દરમિયાન તેણે ભારતની T20 અને ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી, જ્યારે તેને ODIની કેપ્ટનશિપથી હટાવી દેવામાં આવ્યો હતો. આ પહેલાં તેણે RCBની કેપ્ટનશિપ પણ છોડી દીધી હતી.
વિરાટ કોહલીને છ મહિનાના બ્રેકની જરૂર છે
કેવિન પીટરસને એમ પણ કહ્યું હતું કે વિરાટ કોહલીએ પોતાને ક્રિકેટ અને સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ જેથી કરીને તે પોતાની જાતને ફ્રેશ કરી શકે. વિરાટ કોહલીએ લગ્નથી લઈને દીકરી અને મીડિયા સુધીની દરેક બાબતોનું ધ્યાન રાખવું પડશે. તે અત્યારે સૌથી મોટો સ્ટાર છે.
કેવિન પીટરસને પણ આરામની સલાહ આપી
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્ટાર કેવિન પીટરસનના મતે કોહલીએ છ મહિના સુધી ક્રિકેટ અને સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ. જ્યારે દર્શકો સ્ટેડિયમમાં પાછા ફરે ત્યારે તેને તક આપવી જોઈએ અને તેના પર વિશ્વાસ કરવો જોઈએ. એ પછી તે બે કે ત્રણ વર્ષ માટે યોગદાન આપી શકે છે. પીટરસનના મતે વિરાટ માટે સારું પ્રદર્શન કરવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તે માનસિક રીતે થાકી ગયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).