Face Of Nation, 16-09-2021: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટી20 ક્રિકેટમાં કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. દુબઈમાં રમાનાર આઈસીસી ટી20 વિશ્વકપ બાદ વિરાટ કોહલી ટી20 ટીમનો કેપ્ટન રહેશે નહીં. વિરાટ કોહલીએ ટ્વીટ કરીને કહ્યુ કે, મેં કોચ રવિ શાસ્ત્રી અને રોહિત શર્મા સાથે પણ વાત કરી છે. વિરાટે પોતાના નિર્ણયની જાણકારી બીસીસીઆઈને પણ આપી દીધી છે.
છેલ્લા કેટલાક સમયથી કોહલીની કેપ્ટનશિપ છોડવાને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ બીસીસીઆઈના અધિકારીઓએ આ રેપોર્ટને નકારી દીધા હતા. દાવો કરવામાં આવી રહ્યો હતો કે કોહલી ટી20 વિશ્વકપ બાદ ટી20 ક્રિકેટમાં ટીમની કમાન છોડી દેશે. તેના સ્થાને રોહિત શર્મા નવો કેપ્ટન બની શકે છે. હવે વિરાટ કોહલીએ સત્તાવાર જાહેરાત કરી પોતાની કેપ્ટનશિપ છોડવાનું કહ્યુ છે.
Virat Kohli announces on Twitter that he is stepping down as the team's T20 Captain after T20 World Cup in Dubai. pic.twitter.com/sIHmQpmx9a
— ANI (@ANI) September 16, 2021
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)