Home Politics વીરપુરના મેઈન બજારમાં “આખલાનો આતંક”?; “જલારામ બાપા”ના દર્શને આવેલા 2 યાત્રિકોને બેકાબૂ...

વીરપુરના મેઈન બજારમાં “આખલાનો આતંક”?; “જલારામ બાપા”ના દર્શને આવેલા 2 યાત્રિકોને બેકાબૂ આખલાએ લીધા અડફેટે!

Face Of Nation 17-04-2022 : રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર જલારામની મેઈન બજારમાંથી પસાર થઈને જલારામ બાપાના દર્શને જતા 2 વ્યક્તિઓને બેકાબુ આખલાએ અડફેટે લીધા અડફેટે હોવાનું સામે આવ્યું છે. અચાનક આખલો ધસી આવતા બજારમાં આવેલ દુકાન બહાર રાખેલ સમાનમાં પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં બે લોકોને સામાન્ય ઇજા પહોંચી હોવાની પણ વિગતો સામે આવી છે. આ સમગ્ર ઘટના 16 એપ્રિલની હોવાનું જણાઈ રહ્યું છે અને આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી
પોતાનાં પરિવારજનોને ગુમાવવાનો વારો આવ્યો છે
ગુજરાતમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતાં ઢોરની પણ ગંભીર સમસ્યા છે. એમાં પણ છેલ્લા એકાદ વર્ષથી તો રસ્તા પર રખડતાં ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે, જેને પગલે નાગરિકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. માત્ર એટલું જ નહીં, હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારથી લઈ ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા સ્માર્ટસિટીમાં પણ રખડતાં પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રખડતાં ઢોરોને કારણે લોકોએ પોતાનાં પરિવારજનોને ગુમાવવાનો વારો આવ્યો છે.
ઢોરોનો ત્રાસ દૂર કરવાની વાતો કામ કાગળ પર
સ્માર્ટસિટીની વાતો કરતા શાસક ભાજપ 25 વર્ષથી કોર્પોરેશનમાં સત્તા ભોગવી રહ્યો છે. રાજ્યમાં રસ્તે રખડતી ગાયોને કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આમ છતાં સત્તાધારીઓ શહેરીજનોને રસ્તે રખડતાં ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવી શક્યું નથી. શહેરીજનોને રસ્તે રખડતાં ઢોરોથી મુક્તિ અપાવવા માટે મોટી વાતો થાય છે, પરંતુ એનો કોઇ અમલ થતો નથી. સત્તાધીશો દ્વારા રખડતાં ઢોરોના માલિકો સામે ફરિયાદો પણ કરવામાં આવી છે. જોકે રખડતાં ઢોરોનો ત્રાસ ઓછો થયો નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).