Home Religion મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી; અસહ્ય બફારા બાદ બપોરે વાતાવરણમાં પલ્ટો, વીરપુર અને ગોંડલમાં...

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી; અસહ્ય બફારા બાદ બપોરે વાતાવરણમાં પલ્ટો, વીરપુર અને ગોંડલમાં ધોધમાર વરસાદ, કોલીથડ ગામમાં રસ્તા નદી બન્યા!

Face Of Nation 25-06-2022 : ગોંડલ પંથકમાં આજે સતત બીજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારે અસહ્ય બફારા બાદ બપોરે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. અચાનક જ ભારે પવન ફૂંકાવાનું શરૂ થતા ધૂળની ડમરી ઉડી હતી. બાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. જ્યાં કોલીથડ ગામમાં ભારે વરસાદને પગલે રસ્તા નદી બન્યા હતા. ગઈકાલે પણ બાંદરા ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે અડધા કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ રાજકોટમાં સવારથી સૂર્ય પ્રકાશિત વાતાવરણ વચ્ચે ભારે બફારો વર્તાઇ રહ્યો છે. જ્યાં રાજકોટ શહેરનું તાપમાન 39 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડીગ્રી નોંધાયું હતું.
વીરપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
આ ઉપરાંત આજે યાત્રાધામ વીરપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીરપુરના ઉમરાળી, હરિપર,મેવાસા સહિતના ગામોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. જયારે ગોંડલમાં જામવાડી, ચોરડી, મોવિયા, વોરકોટડા, અનિડા ભાલોડી, રામોદ, ઘોઘાવદર, બિલિયાળા, જામવાડી સહિતના ગ્રામ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ માં પડી રહ્યો છે. ધોધમાર વરસાદને લઈને રામોદ ગામે ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. જયારે કોલીથડમાં ધોધમાર વરસાદને લઈને મેઈન રોડ પર પાણી ભરાયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).