Face Of Nation 16-06-2022 : દેશમાં નૂપુર શર્માના પયંગબર પર વિવાદિત નિવેદનને કારણે દેશભરમાં હોબાળો મચ્યો છે. કેટલાંકે નૂપુરનો સપોર્ટ કર્યો છે તો કેટલાંકે વિરોધ કર્યો છે અને કડક કાર્યવાહીની માગણી કરી છે. આ દરમિયાન સિંગર તથા મ્યૂઝિક કમ્પોઝર વિશાલ દદલાનીએ મુસ્લિમો અંગે સો.મીડિયા પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટ પર વિશાલને ટ્રોલ પણ કરવામાં આવ્યો છે.
મને ભારતના ગંદા રાજકારણ માટે ખેદ છે
વિશાલે કહ્યું હતું, ‘હું તમામ ભારતીયોને કહેવા માગું છું કે મને ભારતના ગંદા રાજકારણ માટે ખેદ છે. જ્યાં સુધી આપણે એકલા નહીં પડીએ ત્યાં સુધી આ આપણે નાના-નાના હિસ્સામાં વહેંચી નાખશે. આ બધું જ અંગત ફાયદા માટે કરવામાં આવી રહ્યું છે. લોકો માટે નહીં, તેને જીતવા ના દો.’ તો બીજીતરફ અન્ય એક પોસ્ટમાં વિશાલે કહ્યું હતું, ‘હું ભારતીય મુસ્લિમોને ભારતીય હિંદુઓ તરફથી કહેવા માગું છું. તમને સાંભળવા તથા જોવામાં આવે છે, પ્રેમ કરવામાં આવે છે, વખાણ કરવામાં આવે છે. તમારું દુઃખ એ અમારું દુઃખ છે. તમારી દેશભક્તિ પર કોઈ સવાલ નથી. તમારી ઓળખ ભારત કે અન્ય કોઈ ધર્મ માટે જોખમ નથી. આપણે એક રાષ્ટ્ર, એક પરિવાર છીએ.’
યુઝર્સનો જવાબ : મગજ તો ખાલી તને જ આપ્યું છે ને
વિશાલની આ સો.મીડિયા પોસ્ટ પર સિંગર-મ્યૂઝિક કમ્પોઝરને ટ્રોલ કરવામાં આવ્યો હતો. એક યુઝરે કહ્યું હતું, ‘વિશાલ તું આ દેશનો પ્રધાનમંત્રી છે કે અમારા તમામ તરફથી વાત રજૂ કરે છે.’ અન્ય એકે કહ્યું હતું, ‘હિંમત હોય તો મહારાષ્ટ્ર સરકાર, બોલિવૂડ ખાન માફિયા, કરન જોહર ગેંગ વિરુદ્ધ પોસ્ટ કરીને બતાવ. ખબર પડશે કે સ્વતંત્રતાની કિંમત શું હોય છે.’ અન્ય એકે કહ્યું હતું કે તું બહું પક્ષ લે છે, ફંડ આપ્યું છે કે શું? ત્રીજા એક એમ કહ્યું હતું કે મગજ તો ખાલી તને જ આપ્યું છે ને.’ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).