Face Of Nation, 24-08-2022 :વિસનગરમાં છેલ્લા 24 કલાકમાં વરસાદે જોરદાર બેટિંગ કરી હતી, જેમાં વિસનગરની અંદર છેલ્લા 24 કલાકમાં 5 ઇંચથી વધુનો વરસાદ નોંધાયો હતો. એને લઇ વિસનગરમાં અનેક વિસ્તારોમાં પાણી પાણી થઇ જવા પામ્યા હતા. વરસાદને કારણે અમુક વિસ્તારોમાં જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું, જેથી વરસાદને કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં પડેલા 5 ઇંચ વરસાદના પાણી અમુક વિસ્તારમાં હજુ સુધી નિસર્યા નથી. અમુક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. બીજીતરફ વિસનગરમાં અત્યારસુધી સીઝનનો 599 મિમી વરસાદ નોંધાયો હતો, જેમાં વિસનગરમાં શરૂઆતથી જ વરસાદ નોંધાયો હતો. એને લઇ કુલ સીઝનનો વધારે વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયાં છે, જેથી પાકોમાં પણ નુકસાન જોવા મળ્યું છે. આજના 6 વાગ્યા સુધી કુલ મળી 599 મિમી વરસાદ નોંધાયો છે.
વરસાદને કારણે ખાડાઓની સમસ્યા સર્જાઈ
વિસનગરમાં છેલ્લા 24 કલાકમાં પડેલા 5 ઈંચથી ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા. વિસનગરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું, જેમાં વિસનગરની કાંસા.એનએ વિસ્તારની સોસાયટીઓ પાણી પાણી થઇ ગઇ હતી. એમાં પાણીને કારણે વિદ્યાર્થીઓ, નોકરિયાતને પણ તકલીફ પડી હતી. આ વિસ્તારની સોસાયટીમાં એટલી હદે પાણી ભરાયું હતું કે લોકોને નુકસાન પણ ભોગવવું પડ્યું હતું. વિસનગરમાં વરસાદને કારણે ખાડાઓની સમસ્યા સર્જાઈ હતી. કડા ચોકડીથી પાલડી સુધી કમર તોડ રોડ બની ગયો હતો. મસમોટા ખાડા પડી ગયા હતા. નાળાઓમાં પાણી છલકાતાં અનેક રસ્તાઓ બ્લોક થયા હતા, જેને લીધે વાહનવ્યવહાર ઠપ થયો હતો.
કંસારાકૂઈ ગામે 1997માં પૂરની સમસ્યા સર્જાઈ
વિસનગર તાલુકાના કંસારાકૂઈ ગામ ખાતે પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. કંસારાકૂઈ ગામે 1997માં પૂરની સમસ્યા સર્જાઈ હતી, જેને કારણે પારાવાર નુકસાન જોવા મળ્યું હતું. જો વધારે વરસાદ થાય તો ફરીથી પૂરની સમસ્યા બની શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).