Face Of Nation:વડોદરા આજવા ડેમમાંથી છોડાતા પાણી અને ઉપરવાસમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ કારણે વિશ્વામિત્રી નદીનું સ્તર ભયજનક સપાટીથી નીચે જતાં વડોદરા પરથી એક પખવાડિયામાં બીજીવખત પૂરનું સંકટ ટળ્યું છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 24 કલાકમાં 30 ફૂટથી ઘટીને 25 ફૂટ પર આવી ગઈ છે. જ્યારે આજવા ડેમની સપાટી ઘટીને 212.75 ફૂટ પર આવી ગઈ છે. આ કારણે વડોદરાના જે નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા હતા તે પણ ઓસરી રહ્યા છે.નંદેસરી જી.આ.ડી.સીમાં પૂરનાં પાણી ઓસરી ગયા બાદ પુન: વરસાદને પગલે ઔદ્યોગિક એકમોની આસપાસ રંગીન પાણી જોવા મળતાં ઔદ્યોગિક એકમો દ્વારા કચરાનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યાં હતાં. વારંવાર આ અંગેની રજૂઆતો પ્રદૂષણ બોર્ડમાં કરવામાં આવતી હોવા છતાં ત્યાંના લાંચિયા અધિકારીઓ કંપનીઓ સાથે કેવી મિલિભગત કરે છે તેનો આ દેખીતો પૂરાવો છે.