Face Of Nation 14-03-2022 : ગીર અભયારણ્યમાં બે વર્ષમાં 14 કરોડની આવક થઈ હોવાનું પણ સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું. બીજીતરફ ધારાસભ્ય ગોવિંદ પટેલે વનમંત્રીને પૂછેલા પ્રશ્નનો સરકારે લેખિત જવાબ રજુ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, કોરોના કાળ બાદ સાસણગીર અભયારણમાં પ્રવાસીઓની મુલાકાતમાં વધારો થયો છે. વર્ષે 2020માં 2 લાખ 45 હજાર 651 પ્રવાસીઓ આવ્યા હતા તેની સામે વર્ષે 2021માં 5 લાખ 3 હજાર 990 મુલાકાતીઓએ અભ્યારણની મુલાકાત લીધી હતી. બે વર્ષમાં કુલ 7,49,648 પ્રવાસીઓએ ગીરની મુલાકાત લીધી હતી. બે વર્ષમા 1,38,777 પ્રવાસીઓને પરમીટ ઇશ્યુ કરાઈ હતી. ગીરમાં અભયારણમાં વર્ષે 2020માં 5 કરોડ 31 લાખ 21 હજારની આવક થઈ, જ્યારે વર્ષે 2021માં 9 કરોડ 47 લાખ 86 હજાર 633 રૂપિયાની આવક થઈ હતી. આમ ગીર અભયારણ્યમાં બે વર્ષમાં 14 કરોડની આવક થઈ છે. બે વર્ષમાં 14 કરોડ 79 લાખ 7633 રૂપિયાની આવક થઈ હતી.
છેલ્લા બે વર્ષમાં અકસ્માતથી 29 અને કુદરતી રીતે 254 સિંહોના મોત થયાં
ગુજરાતમાં સિંહ અને દીપડાના મોત અંગે ચિંતાજનક આંકડાઓ સામે આવ્યાં છે. છેલ્લા બે વર્ષમાં અકસ્માતથી 29 અને કુદરતી રીતે 254 સિંહોના મોત થયાં છે. છેલ્લા બે વર્ષમાં કુલ 283 સિંહોના થયા મૃત્યુ થયાં છે. બીજી તરફ બે વર્ષમાં 333 દીપડાના મૃત્યુ થયાં છે. જેમાં 242 દીપડા અને બાળ દીપડા 91 મોત થયા છે. કુદરતી મૃત્યુમાં 175 દીપડા અને 68 બાળ દીપડાના મોત થયાં છે. જ્યારે અકુદરતી મૃત્યુમા 67 દીપડા અને 23 બાળ દીપડાના મોત થયાં છે. ગીર અભયારણ્યમાં બે વર્ષમાં 14 કરોડની આવક થઈ હોવાનું પણ સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું.
બે વર્ષમાં સિહોનો વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે પ્રશ્ન પૂછ્યો હતો કે, છેલ્લા બે વર્ષમાં કેટલા સિંહોના મોત થયાં છે. આ સવાલના જવાબમાં સરકાર વનમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો હતો કે, બે વર્ષમાં સિહોનો વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. 31 ડિસેમ્બર 2021ની સ્થિતિએ સિંહોની સંખ્યા 674 પહોંચી છે. ગીરમાં અભયારણમાં 345 અને ગીર બહારના અભયરણમાં 329 સિંહો છે. જેમાંથી 206 નર 309 માદા અને 29 સિંહ બાળ છે. વણ ઓળખાયેલા 130 સિંહો છે. છેલ્લા બે વર્ષમાં અકસ્માતથી 29 અને કુદરતી રીતે 254 સિંહોના મોત થયાં છે.છેલ્લા બે વર્ષમાં કુલ 283 સિંહોના થયા મૃત્યુ થયાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).